કાયમી શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશીએ 59માં સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે એક નૂતન વિચાર મૂર્તિમંત કર્યો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ કે જેને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવાનો પ્રકલ્પ શરૂ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59માં સ્થાપના દિવસે કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે 11-30 કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ કુલપતિઓ સર્વે પ્રો. કમલેશભાઈ જોષીપુરા તથા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોે, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યોે, વિવિધ વિદ્યાશાખાના ડીનોે, ભવનોના અધ્યક્ષોે, અધિકારીઓ તથા શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તા. 23-05-2025ના રોજ સ્થાપના દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક યાત્રાના 58 વર્ષ પૂર્ણ કરી 59માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિકાસ યાત્રામાં અનેક કુલપતિઓ, શિક્ષણવિદ્દો, સારસ્વતો, સત્તામંડળના સભ્યો તથા યુનિવર્સિટીના સ્ટેઈક હોલ્ડર્સનું મહત્વનું યોગદાન રહેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 59માં સ્થાપના દિવસની ઉજવણી તા. 23-05-2025ના રોજ વિશેષ રીતે કરવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવાનો કાર્યક્રમ બપોરે 12-00 કલાકે આર્ટગેલેરીના સેમિનાર હોલમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો, વિવિધ વિદ્યા શાખાના ડીનો, ભવનોના અધ્યક્ષો, અધિકારીઓ તથા શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.