માછીમારી દરમિયાન ખલાસીનો પગ દોરીમાં ફસાતા પગ કપાયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ફરી અકસ્માતની ઘટના બની હતી. મળતી વિગતો અનુસાર જાફરાબાદના દરિયામાં અકબરી કસ્તી નામની બોટનો ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. મોહનભાઈ શિયાળ નામના ખલાસી દરિયામાં માછીમારી કરી રહ્યા હતાં. અને તે દરમિયાન ખલાસી મોહનભાઈને માછીમારી માટે દોર નાખી રહ્યા હતાં. ત્યારે તેમનો પગ અચાનક દોરીમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતને કારણે તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અને તેમનો પગ કપાઈ ગયો હતો. આ ધટનાને લઇ પીપાવાવ કોસ્ટગાર્ડ ટીમે જાણ કરવામાં આવી હતી. જે બાદ દરિયામાં કોસ્ટગાર્ડ ટીમ પહોંચી અને ઈજાગ્રસ્ત ખલાસીને પ્રાથમિક સારવાર આપી હતી. અને પીપાવાવ પોર્ટ જેટી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. છાશવારે જાફરાબાદના દરિયામાં ખલાસી ઈજાગ્રસ્ત થયાની ઘટના બની હોય છે.



