સૌરાષ્ટ્ર યુનિ. ટીમે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમરાવતી સામે એકતરફી જીત મેળવી અતિહાસિક સિદ્ધિ હાંસલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધામાં આયોજક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે અદભૂત રમતનું પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે.
154થી વધુ યુનિવર્સિટીઓની સહભાગિતા વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટીમે પોતાની સર્વોપરિતા સાબિત કરી છે.
આજે યોજાયેલી પુલ ફાઈનલ અને ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ડો. બાબાસાહેબ આંબેડકર (સરકારી બાબા) યુનિવર્સિટી, અમરાવતી સામે એકતરફી જીત મેળવી ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાઈ થવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીતના મુખ્ય હીરો રામદેવ આચાર્ય રહ્યા હતા. તેમણે માત્ર 63 બોલમાં 121 રનની તોફાની ઇનિંગ રમી મેચને એકતરફી બનાવી દીધી હતી. શાનદાર પ્રદર્શન બદલ તેમને ’મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં ડો. એમ.એસ. ચારણ, ડો. ભાવેશ રાબા અને ડો. હરીશ રાબા દ્વારા વિજેતાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.



