સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનના પ્રાધ્યાપક ડો. રંજનબેન ખુંટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસમાં પ્રથમ વખત યુનિવર્સિટીના નામે માર્ચ અને જુન માસમાં ભારત સરકાર (ઇન્ડિયન પેટન્ટ ઓફીસ) દ્વારા બે પેટન્ટ મેળવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ ડો. રંજનબેન ખુંટને એક જ વર્ષમાં બે-બે પેટન્ટ મેળવવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
- Advertisement -
આ પ્રસંગે કુલસચિવ ડો. જતીનભાઈ સોની તથા કેમેસ્ટ્રી ભવનના અધ્યક્ષ ડો. એચ.એસ. જોશી ઉપસ્થિત રહ્યા.
આ બન્ને પેટન્ટ મેળવવાથી ડાઈંગ ક્ષેત્ર તથા કેન્સર વિરોધી દવા બનાવવામાં ઉપયોગી બનશે