ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિક્રમ સંવત-2080ના નૂતન વર્ષનું સ્નેહમિલન આજરોજ સવારે 11:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયું હતું. આ તકે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના સૌ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્નેહમિલનની શરુઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
આ સ્નેહમિલનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણિક કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.