8 અને 9 જાન્યુઆરીએ સમિટનું આયોજન, સ્થળની પસંદગી માટે ઈન્સ્પેક્શન હાથ ધરાયું
સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો માટે રિજનલ સમિટ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્થળની પસંદગી હવે કરાશે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર ક્ધટ્રી બનાવવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્સપોર્ટની તક મળશે.
થોડા સમય પહેલા જ મહેસાણામાં ઉત્તર ગુજરાાત રિજિયનની વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. તેની માફક જ જાન્યુઆરી 2026માં 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટે સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં ઈન્સપેક્સશન કરાયું છે. તેમાંથી કોઈ એક સ્થળની પસંદગી થઈ શકે છે. મારવાડી યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ સારી હોવાથી ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. બે દિવસીય કોન્ફરન્સમાં 21 ક્ષેત્રોમાં કુલ 1212 જેટલા સમજૂતી કરારો (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના થકી ₹3.24 લાખ કરોડનું જંગી રોકાણ ગુજરાતમાં આવશે, જે રાજ્યના ૠઉઙ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન)માં નોંધપાત્ર વધારો કરશે.
- Advertisement -
જાપાન – કેનેડા પાર્ટનર ક્ધટ્રી હોવાથી વિદેશ વેપારમાં વધારો થશે: નરેન્દ્ર પાંચાણી
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર -કચ્છ ઝોનની રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાઈ રહી છે તે ખૂબ જ ખુશીની વાત છે. રાજ્ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર ક્ધટ્રી બનાવવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્સપોર્ટની તક મળશે. રાજકોટના એન્જિનિયરિંગ, ઓટોમોબાઇલ, સોના -ચાંદી સહિતના ઉદ્યોગકારોને ફાયદો મળશે તેમજ મોરબીની સિરામિક, જામનગરના બ્રાસપાર્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કચ્છના મુન્દ્રા પોર્ટ સહિતની ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. રાજકોટમાં એક લાખ જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ તો જામનગરમાં 20,000 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.