ચિંતન શિબિર થકી અધિકારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે : મંત્રી કુવરજી બાવળીયા
મંત્રી કુવરજી બાવળીયાની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર – ક્ચ્છ જિલ્લા પુરવઠા અધિકારી – પુરવઠા મેનેજરોની ચિંતન શિબિર યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીઓ અને પુરવઠા મેનેજરઓની ચિંતન શિબિર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે “જિલ્લા પુરવઠા અધિકારીઓને ફરજો” ઉપરનું પ્રેઝનટેશન રજૂ થયું હતું.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ આ તકે કહયુ હતું કે, રાજકોટમાં યોજાયેલ સૌ પ્રથમ અન્ન અને નાગરિક પૂરવઠાની ચિંતન શિબિરથી આ વિભાગ વધુ બહેતર બનશે. ચિંતન શિબિર થકી અધિકારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા લોકોની જઠરાગની ઠારવાનું થઇ રહયુ છે તે સંપૂર્ણ જવાબદારી – અનુશાસનપૂર્વક થવું જોઈએ. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી વધુ સરળતાથી પહોચાડવાના ઉકેલ માટે સૌ સજજ થશે.
મંત્રીએ વધુમાં કહયુ હતું કે, સૌરાષ્ટ્ર એ મહેમાનના આતિથ્ય માટે જાણીતુ છે. અહીં દાતાઓ દ્વારા ધાર્મિર સ્થળો ઉપર પદયાત્રીઓ માટે પાણી ના પરબ અને અન્ન ક્ષેત્ર ચલાવાતુ હતું. ત્યારે આપણે લોકોને અન્ન પહોચાડવાનું સેવાનું કાર્ય કાર્યક્ષમ રીતે સમયસૂચકતા પૂર્વક કરવુ જોઇએ. દરેક અધિકારીઓએ લોકો સાથે વાણી- વિચારમાં અનુસાસન અપનાવવુ જોઇએ. દેશના વડાપ્રધાનએ કોરોના કાળથી શરૂ કરેલ અનાજની યોજનાનો લાભથી લાભાર્થી વંચિત ના રહે તે જોવુ જોઇએ. ગોડાઇન મેનેજરે અનાજના ગોડાઉનની સાર સંભાળ, એફસીઆઇમાંથી આવતા અનાજના જથ્થાના વજન, ગુણવતા વગેરે તપાસવા જોઈએ. તો પૂરવઠા અધિકારીઓને સબંધિત કાયદા અને નિયમોની સમજ હોવી જોઇએ.