– ઓઇલની કિંમતોમાં વધારાના કારણે ઓઇલ ક્ષેત્રના શેરોમાં તેજી આવતા થયો સીધો ફાયદો
સાઉદી અરેબિયાની માલિકી ધરાવતી અરામકો કંપની હવે દુનિયાની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની છે. આ કંપનીએ એપલને પાછળ રાખીને પહેલો ક્રમ મેળવ્યો છે. આ પહેલા એપલ દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીના રૂપે ઓળખવામાં આવતી હતી, પરંતુ સાઉદી અરામકોએ આખરે એપલને પછાડી દીધી.
- Advertisement -
આ સફળતા પાછળનું કારણ
અરામિકોની સફળતાનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ઓઇલની કિંમતોમાં વધારાના કારણે ઓઇલ ક્ષેત્રના શેરોમાં તેજી આવી અને ટેક ઇન્ડસ્ટ્રીના શેરોના ભાવોમાં પણ ઘટાડો થયો અને તેમનો સીધો ફાયદો સાઉદી ઓઇલ કંપની અરામકોને મળ્યો.
ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કંપની અરામકોની ગણતરી દુનિયાની સૌથી મોટી ઓઇલ ઉત્પાદન કરતી કંપનીના રૂપે થાય છે. પરંતુ હજુ સુધી સૌથી મૂલ્યવાન કંપની હોવાની ક્રેડિટ તેમની પાસે હતી નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બુધવારના બજાર બંધ થયું ત્યાં સુધીમાં સાઉદી અરામકોની બજાર વેલ્યુ 2.426 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જયારે એપલની બજાર વેલ્યુ શેર પ્રાઇઝ ઘટવાના કારણે 2.415 ટ્રિલિયન ડોલર સુધી ઘટી ગઇ હતી.
એપ્રિલમાં એપલની વેલ્યુમાં સતત ઘટાડો
- Advertisement -
ગયા મહિનાના વ્યાપારિક આંકડાઓ અનુસાર, સાઉદી કંપનીની કિંમતમાં ઝડપથી વધારો થયો, જયારે ગયા મહિનામાં એપલની શેર કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળ્યો.