– ચીનની ફૂડાન યુનિવર્સિટીના અભ્યાસમાં કર્યા દાવો
ચીનમાં કોરોનાના એમિક્રોન વેરિયેન્ટએ હાહાકાર મચાવ્યો છે, પરંતુ હવે તો કેસની સુનામી આવે તો નવાઇ નહીં! ચીનની ફૂડાન યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, જો ચીન પોતાની ઝીરો કોવિડ પોલીસીનો કડક અમલ નહીં કરે તો, જુલાઇ સુધીમાં 16 લાખથી વધુ મૃત્યુ થવાની આશંકા છે. ફૂડાન યુનિવર્સિટીનો આ અભ્યાસ રિપોર્ટ એવા સમયે આવ્યો, જયારે WHOએ ચીનમાં ઝીરો કોવિડ પોલીસીની જગ્યાએ સંક્રમણ રોકવા માટે કોઇ બીજો ઉપાય અપનાવવાની વાત કરી છે.
- Advertisement -
ડિસેમબર 2019માં ચીનના વુહાનમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. વર્ષ 2020મા જયારે દુનિયાભરમાં કોરોના ફેલાઇ ગયો, ત્યારે ચીનમાં કોરોના કાબુમાં હોવાનો ખોટો દાવો કર્યો હતો. વર્ષ 2021માં પણ જયારે કોરોના વેરિયન્ટ સામે આવ્યો હતો, ત્યારે ચીનએ 14 દિવસમાં તેમના પર કાબુ મેળવ્યો હતો. પરંતુ હવે ઓમિક્રોન વેરિયેન્ટથી હાલત વધારે ખરાબ છે. ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન કેટલાય ગણો વધારે તાકાતવર છે અને જેને કાબુમાં લેવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે.
ચીનમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શાંઘાઇમાં છે. જયાં 6 અઠવાડિયાથી કડક લોકડાઉન છે. 25 કરોડ લોકો લોકડાઉનમાં જેલમાં કેદ હોય તે રીતે જીવી રહ્યા છે. જયારે, ચીનમાં 40 કરોડથી વધારે લોકો એવામાં ઘરમાં કેદ છે.
- Advertisement -
અંતિમ સંસ્કાર માટે પણ જગ્યાની અછત
ચીનમાં ઓમિક્રોનની નવી લહેરની વચ્ચે ફૂડાન યુનિવર્સિટીની સ્ટડીથી ચિંતામાં વધારો થયો છે. ફૂડાન યુનિવર્સિટીનું માનવું છે કે, માર્ચમાં ચલાવવામાં આવેલ વેક્સીનેશન કેમ્પેઇન ઓમિક્રોનની લહેરને રોકવા માટે જરૂરી ઇમ્યુનિટી બનાવવા માટ પૂરતું નથી. જો કે, રિસર્ચના આધારે, વેક્સીનેશનની ઝડપી બનતા મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનની લહેરમાં એક ટકા મૃત્યુ તો 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો અને વેક્સીનેશન ના કરનાર લોકોની થઇ શકે છે. ચીનમાં અત્યાર સુધીમાં 60 વર્ષ અને તેમનાથી વધુ ઉંમરના 5 કરોડ વૃદ્ધોને વેકસીનેશન થયુ નથી.
11 કરોડથી વધારે કોરોના કેસ, 51 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થશે
ફૂડાન યુનિવર્સિટીના કમ્પ્યૂટર મોડેલ અનુસાર, જો કોવિડ પ્રતિબંધોમાં થઓડિક પણ છુટ આપવામાં આવશે તો કોરોનાના કેસની સુનામી આવી શકે છે. એવામાં આ દરમ્યાન 11.22 કરોડથી વધારે કેસો સામે આવ્યા અને 51 લાખથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડશે. ઓમિક્રોનની લહેર ચીનના સ્વાસ્થય વ્યવસ્થાઓ પર 16 ગણી ભારે પડી શકે છે.