રાહતભાવે લોહી, થાઇરોઇડ સહિત અનેક રિપોર્ટ કરી આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મવડી – મવડી વિસ્તારના લોકોને હવે રાહત દરે લેબોરેટરી તથા મેડિકલ નો લાભ પ્રાપ્ત થવાનો છે, સત્વ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સત્વ મેડિકલ સ્ટોર અને લેબોરેટરી નો શુભારંભ તારીખ 5-2- 2025ને બુધવારે, સવારે આઠ કલાકેથી આલાપ મેઈન રોડ, રીઅલ પ્રાઈમના ગેટની સામેના રોડ, બાપાસીતારામ ચોક, મવડી ખાતે આમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે જો સુવિધાની વાત કરીએ તો મેડિકલ સ્ટોરમાં રાહત દર એ તમને તમામ પ્રકારની દવાઓ પ્રાપ્ત થવાની છે, દવા આયુર્વેદિક દવાઓ, કોસ્મેટિક આઈટમો, જેનરિક દવાઓ, એલોપથી દવાઓ જેવી અનેક દવાઓ વ્યાજબી ભાવે આપને મળવાની છે, સાથે સાથે સત્વ લેબોરેટરીની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના રિપોર્ટ રાહત દરે કરવામાં આવશે, જેમાં ડાયાબિટીસ રિપોર્ટ માત્ર 20 રૂપિયામાં, લોહીનો રિપોર્ટ માત્ર ₹80 રૂપિયામાં પેસાબનો રિપોર્ટ માત્ર ₹80 રૂપિયામાં, થાઈરોઈડ રિપોર્ટ માત્ર 120 રૂપિયામાં કરવામાં આવશે સાથે અનેક રિપોર્ટ સસ્તા ભાવે કરવામાં આવશે. સુંદર મજાના શુભારંભમાં જયેશભાઈ કથીરિયા, મોહિતભાઈ કથીરિયા, હાર્દિકભાઈ સોરઠીયા, અભિષેક ભાઈ વેકરીયા, પાર્થભાઈ રાદડિયા, જેનિલભાઈ સીદપરા, શ્યામભાઈ વીસપરા વ્યક્તિઓનો સહકાર પણ મળ્યો છે. સાથે સાથે અનેક શુભેચ્છકોના માધ્યમથી નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા , ધારાસભ્ય દર્શિતાબેન શાહ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સાથે સાથે ગોંડલ થી ગણેશભાઈ જાડેજા , અનેક સંતો અને અનેક સામાજિક સંસ્થાના અગ્રણી ઉપસ્થિત રહેવાના છે તો પોલીસ સ્ટાફ માંથી અનેક પોલીસ અને રાજકોટ મહાપાલિકાના કમિશનર તુષાર સુમેરાં પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાના છે. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોંઘરા, એડવોકેટ, દિલીપભાઈ પટેલ સાથે સુરેશભાઈ ફળદુ અને રાજકોટ ડેરી ના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, ખોડલધામ ના તમામ ટ્રસ્ટી સાથે સાથે અનેક મહાનુભવોના ઉપસ્થિત રહશે, તો રાજકોટ ના મેયર નયનાબેન પેઢડિયા અને પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિતિ રહશે.