સતાપર તાલુકા શાળામાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતાં ગણિત-વિજ્ઞાનના કર્મનિષ્ઠ શિક્ષકા પટોળીયા ચેતનાબેન વિનોદભાઈની બદલી ગોંડલમાં થતા તેનો વિદ્યાર્થીઓ અને ગુરુજનોની આંખમાં અશ્રુઓની ધારા સાથે ભાવ ભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.સતાપર તાલુકા શાળાના નવસર્જનમાં સારી એવી ભૂમિકા ભજવનાર,શાળાના વિકાસમાં હમેશા તત્પર રહેનાર,વિદ્યાર્થીઓને નવીન પ્રવૃત્તિઓ કરાવનાર,વર્ગખંડમાં ઉત્તમ કામગીરી કરનાર,શાળા તથા બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર.
ચેતનાબેનની વિદાયથી સતાપર શાળાને ખોટ પડી છે.
આ કાર્યક્રમ શાળાના આચાર્ય યતિનભાઈ સાવલિયા તથા શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો.