જીપ્સી સંચાલકો સામે અન્ય ગ્રામજનો મેદાને
કોંગ્રેસ આગેવાનો સાથે જીપ્સી સંચાલકોએ વન અધિકારીને આવેદન આપ્યું: પાંચ ગામના સરપંચો સહિત સફારીમાં જીપ્સી ચલાવવા મુદ્દે ઊચ્ચ કક્ષાએ રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાસણ ગીર એશિયાટિક સિંહ દર્શન માટે વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે ગીર સેન્ચુરીમાં ચાલતી જીપ્સી મુદ્દે સાસણ જીપ્સી સંચાલક અને ગીર આસપાસના પાંચ ગામના સરપંચો અને ગ્રામજનો વચ્ચે ધમસાણ શરુ થયું છે જેમાં ગીર સફારી વિસ્તારમાં જીપ્સી ચલાવાના મુદ્દે સાસણ ગીર ની આસપાસના પાંચ ગ્રામ પંચાયતના સરપંચોએ મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને પત્ર લખીને ગીર સફારીમાં પાંચ ગામના લોકોની જીપ્સી ચાલવા દેવામાં તેવી માંગ કરી છે જે મુદ્દે આજે સાસણ ગીર જીપ્સી સંચાલકો એ કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં જૂનાગઢ વન વિભાગ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
સાસણ સફારીમાં જીપ્સી સંચાલક દેવશીભાઇ નારણભાઇ પરમાર સહિત જીપ્સી સંચાલકો અને કોંગ્રેસ આગેવાન વી.ટી.સીડા સહિતના લોકોએ આજે જૂનાગઢ મુખ્ય વનસરક્ષકની કચેરીએ એક આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે, જૂનાગઢ જિલ્લા સાસણ અને દેવળીયા ગીર પશ્ર્ચિમ ખંડમાં આપણી જૂનાગઢ જિલ્લા આન, બાન અને શાન સમાન સિંહ તથા વન્ય પ્રાણીઓના રૂબરૂ નજરે નિહાળવા (દર્શન) માટે આવતા પ્રવાસીઓ (ટુરીસ્ટ)ને નિતી અને નિષ્ઠા અને પ્રમાણીકતાથી તેમને કોઇ મુસ્કેલીઓ ન પડે તેવી વોર્ષોથી સેવા આપતા પ્રાઇવેટ સ્થાનિક સાસણ ગીરના જીપ્સી ચાલકો (સફારી વાહન ગરીબ જરૂરીયાતમંદ માલીકો)ને જીપ્સી ચલાવવાની સ્થાનિક અધિકારી રૂએ પ્રથમ અગ્રતા ક્રમ આપવાની નહીતર વર્ષોથી અનુભવી જીપ્સી ચલાવતા સ્થાનિક સાસણના સભ્યો બેકારી અને ગરીબી પાછળ ધકેલાઇ જશે. જેથી આપના વન્ય પ્રાણી વિભાગના નવા પરીપત્રોના ફેરવિચારણ કરી સ્થાનિક સાસણ ગીરના જીપ્સી ચાલકોને રોજી-રોટી મેળવવાના પ્રશ્ર્ને પ્રથમ અગ્રતાકમ આપવા અને વન વિભાગના બિન અનુભવિઓ અને નવા સફારી વાહન વશાવવાનો પરીપત્ર જાહેર કરેલ છે. તેને ફેરવિચારણામાં લઇ રદ્દ કરવા બાબતે આવેદનપત્ર અપાયુ હતુ.
- Advertisement -
વન અને પર્યાવરણ મંત્રીની યોગ્ય કરવાની ખાત્રી
સાસણ આસપાસના પાંચ ગ્રામ પંચાયના સરપંચો દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ અને વન અને પર્યાવરણ મંત્રીને કરેલી રજૂઆતમાં યોગ્ય કરવાની ખાત્રી મળી હતી જેમાં સાસણ ગીરમાં પ્રવાસન વ્યવસ્થાપન સફારી વાહનો બાબતે રજૂઆત કરેલ છે. જે અન્વયે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને અંગત સચિવે જાણ કરી છે.
પાંચ ગામના સરપંચોની માંગ
સાસણ ગીર આસપાસના ભાલછેલ, ચિત્રોડ, હરીપુર, ભોજદે અને સુરજગઢ જુથ પંચાયત સરપંચોની એવી માંગ છે કે, સાસણ ગીર સફારીમાં જે જીપ્સી ચાલી રહી છે તેમાં આ પાંચ ગામના લોકોને રોજીરોટીના પ્રશ્ર્ને સફારીમાં જીપ્સી ચલાવવા દેવાની માંગ સાથે મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને પત્ર લખી યોગ્ય કરવાની માંગણી છેલ્લા ઘણા સમયથી છે. ત્યારે સાસણ આસપાસના ગ્રામજનોના યુવાનોને રોજીરોટી મળી રહે તે માટે સફારીમાં જીપ્સી ચલાવવાની મંજૂરી મળે તેવી ઉગ્ર માંગ છે. આ બાબતે નિરાકરણ નહીં આવે તો હાઇકોર્ટમાં પીટીસન દાખલ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.