અનાથ આશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે બસની વ્યવસ્થા: અલૌકિક દર્શનનો લાભ બહોળી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8-30 અને સાંજે 7-45 વાગ્યે રાજકોટના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, મિત્રો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે.
- Advertisement -
રોજબરોજ અવનવી થીમ સાથે સુંદર લાઈટીંગના સથવારે અલૌકિક દર્શન સર્વેશ્ર્વરના પંડાલમાં થાય તેવો પ્રયાસ છે. સાથોસાથ સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલ છે.
સાથોસાથ રાજકોટની સ્કૂલના બાળકોને પણ દર્શન- આરતીનો લાભ મળી રહે તે માટે સવારે તેમને આમંત્રિત કરવામાં આવે છે. 7555ના વિશાળ ડોમમાં સુંદર સજાવટ સાથે અલગ-અલગ થીમ પણ રાજકોટના તમામ નગરજનોને દુર્લભ કહી શકાય તેવા અલૌકિક દર્શન કરાવવામાં આવે છે. તેમની સાથોસાથ પંડાલમાં 13 ફૂટ ઉંચી મહાદેવની મૂર્તિએ પણ ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે.
તો વધારામાં પંડાલમાં વિશાળ ફાઉન્ટન રાખવામાં આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં સેલ્ફી લેતાં હોય છે.
રાજકોટના અનાથાશ્રમના બાળકો તેમજ વૃદ્ધાશ્રમના ભાઈઓ-બહેનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમને આવવા-જવા માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ રાત્રે 8-30 કલાકે તેમને ગણપતિ મહોત્સવ પંડાલમાં ભોજન કરાવવામાં આવશે અને આકર્ષક ગીફ્ટ પણ આપવામાં આવનાર છે તેવી વ્યવસ્થા પણ સર્વેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવના ટ્રસ્ટીઓ- કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
કેતનભાઈ સાપરીયા જણાવે છે કે આજની મહાઆરતીમાં પોલીસ કમિશનર રાજુભાઈ ભાર્ગવ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રેસીડેન્ટ જયદેવભાઈ શાહ પરીવાર, રાજુભાઈ ઢોલરીયા પરીવાર, જયેશભાઈ કોઠારી, ઋષિરાજસિંહ જાડેજા પરીવાર, દિપકભાઈ ચંદારાણા પરીવાર વગેરે મહાનુભાવોએ આ મહાઆરતીનો લાભ લઈ ભાવવિભોર થયા હતા.
આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ કેતનભાઈ સાપરીયા, જતીનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારીયાણી, હિતેષભાઈ મહેતા, વિપુલ ગોહેલ, રાજભા પરમાર, કુમારભાઈ, પરેશભાઈ ડોડીયા, અમીતભાઈ માખેચા, દિપકભાઈ સાપરીયા, જીતાભાઈ ભરવાડ, બ્રીજેશભાઈ નંદાણી, નંદાભાઈ મેવાડા, રામદેવસિંહ, રાજુ પટેલ, પ્રતીક વ્યાસ, ભરતભાઈ બોદર, દર્શન મહેતા, રાજેશ મજેઠીયા, લાલભાઈ મીર, રાજુ કીકાણી, ગુલાબસિંહ જાડેજા સાથે તમામ ટ્રસ્ટી- કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે. આ ગણપતિ મહોત્સવને વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન મળી રહ્યું છે.



