શનિવારે ભારે હૈયે દાદાને વિદાય આપી વિસર્જન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશોત્સવમાં દસ દિવસ લાખો ભાવિકોએ દાદાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહારક્તદાન કેમ્પ યોજી સમાજ સેવાને પણ વિશેષ મહત્વ આપ્યુ હતું. દસ દિવસ દાદાની સેવા પૂજા કર્યા બાદ શનિવારે સવારે ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન કરવામાં આવ્યુ હતુ. તેમજ અગલે બરસ તું જલ્દી આના’ના જયઘોષ ભાવિકો દ્વારા કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો વિસર્જનમાં જોડાયા હતા.
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશોત્સવમાં અંતિમ દિવસે ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 20 ભાગ્યશાળી વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ઇનામમાં પ્રથમ ત્રણ વિજેતાને ઇ-બાઇક ત્યારબાદ 1 વિજેતાને એરકંડીશન અને 1 વિજેતાને 32 ઈંચનું ટી.વી તેમજ 15 વિજેતાઓને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી.
ડ્રોના ભાગ્યશાળી વિજેતાની યાદી
- Advertisement -
ક્રમ : ઈનામ : વિજેતાની પહોંચનો નંબર
1 : ઈ-બાઈક : 89689
2 : ઈ-બાઈક : 5105
3 : ઈ-બાઈક : 11718
4 : એરકંડીશન : 84253
5 : ટી.વી. : 28865
6 : સ્માર્ટ વોચ : 73421
7 : સ્માર્ટ વોચ : 2230
8 : સ્માર્ટ વોચ : 18893
9 : સ્માર્ટ વોચ : 29123
10 : સ્માર્ટ વોચ : 26813
11 : સ્માર્ટ વોચ : 70577
12 : સ્માર્ટ વોચ : 20626
13 : સ્માર્ટ વોચ : 79556
14 : સ્માર્ટ વોચ : 14202
15 : સ્માર્ટ વોચ : 8843
16 : સ્માર્ટ વોચ : 28596
17 : સ્માર્ટ વોચ : 88426
18 : સ્માર્ટ વોચ : 18691
19 : સ્માર્ટ વોચ : 84663
20 : સ્માર્ટ વોચ : 28269