પ્રથમ દિવસે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા મહાઆરતી કરાઇ
સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને PI બોરીસાગર સહિત અનેક મહાનુભાવોએ દાદાના દર્શને કરી ધન્યતા અનુભવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’ છેલ્લા નવ વર્ષથી ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં આ વષે ગણેશ પંડાલ “રામ મંદિર” ઉપર આધારીત છે. પ્રથમ દિવસે સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી.
સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને પીઆઇ બોરીસાગર સહિત અનેક મહાનુભાવોએ દાદાના દર્શને કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
- Advertisement -
અહીં રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શનનો લાભ લ્યે છે તથા પોતાની માનતા પુરી કરે છે. સૌથી મહત્વનું એ છે કે અહીં રોજ સવારની આરતી શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 8-30 કલાકે મંગળા આરતી સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયન આરતી કરવામાં આવે છે.
સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા સાહેબ, સ્ટેન્ડિંગ ચેરમેન જેમીનભાઇ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, દેવાંગભાઈ માકડ કોર્પોરેટર, મહેશભાઈ રાજપુત પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર 7, કાનાભાઈ ચાવડા, મનીષભાઈ ખુમાણ તથા એ ડિવિઝન પીઆઇ બોરીસાગર સહિતનાઓએ દર્શનનો લાભ લીધો હતો.