ગણેશમહોત્સવના ત્રીજા દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો
સર્વેશ્વર ચોક કા રાજા દુંદાળાદેવના દર્શન સાથે રામમંદિર અને બાર જ્યોતિર્લિંગની અદભુત ઝાંખી
- Advertisement -
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે 31 ઓગસ્ટે યોજાશે મહારક્તદાન કેમ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના મધ્યમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોક છેલ્લા નવ વર્ષથી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ખાસ કરીને અયોધ્યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાથે જ બાર જ્યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. ખાસ નોંધનીય છે કે અહીં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અહીં દરરોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શન માટે પહોંચે છે અને પોતાની મનોકામનાઓ પુરી કરે છે. સૌથી ખાસ વાત એ છે કે સવારની આરતી શહેરની અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, જે કાર્યક્રમને અનોખું સૌંદર્ય આપે છે. આવતી કાલે 31 ઓગસ્ટને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી ટ્રસ્ટના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવના બે દિવસ મોટી સંખ્યામાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો બાળ સ્વરૂપ ગજાનન દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે મહોત્સવના ત્રીજા દિવસે અર્જુનભાઈ ખાટરીયા – રાજકોટના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય, નિલેશભાઈ ડાંગર, મયુરભાઈ ડાંગર, જયરાજસિંહ જાડેજા, નિર્મલભાઇ મેતા (દ્વારિકા ગ્રુપ) મયુરસિંહ જેઠવા, કાશ્મીરાબેન નથવાણી – રાજકોટ શહેર ભાજપ ઉપાધ્યાક્ષ, લીલુબેન જાદવ – શાસક પક્ષના નેતા, દીપકભાઈ – બેસ્ટ એન્ડ ટ્રાવેલ્સ વાળા તથા રાજકોટ ટ્રાફિક વિભાગના પીઆઇ બારોટ સહ પરિવાર દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



