શાહી જાજરમાન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે
દીકરીઓના પિતા ન હોય તેવી દીકરીઓના પાંચ વર્ષ સુધી મામેરા પણ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અધ્યક્ષ દેવાભાઈ કોરડીયા નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરના આંગણે અઢારેય વરણને સાથે રાખીને સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું અતિ ભવ્યશાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે તા. 2-3 ને રવિવારના રોજ સાંજે 4-30થી રાત્રે 10-00 કલાક સુધી કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રીયલ મેળાના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય આયોજનમાં ધાર્મિક, અનેક રાજકીય મહાનુભાવો, સામાજિક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે તેમજ પોલીસમિત્રો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, વકીલો, શિક્ષકો, વિવિધ ક્ષેત્રના તમામ સમાજની સંસ્થાના હોદ્દેદારો હાજર રહેશે.
જય વેલનાથ યુવા મંચ અને સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમિતિના તમામ કાર્યકરોની મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમૂહ લગ્નમાં દીકરીઓનો કરિયાવરમાં સ્માર્ટ ટી.વી., સોનાની બુટી, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો ક્યારો, સેટી, કબાટ કુલ 111 અમૂલ્ય અને કિંમતી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં લગ્ન મંડપ અલગ અને અનોખા શાહી મંડપમાં દીકરીઓના લગ્ન કરવામાં આવશે. જાનૈયા અને માંડવીઆ બંને પક્ષ માટે સ્વરૂચિ ભોજન સમારંભની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મહાનુભાવોનું શાહી સ્વાગત કરવામાં આવશે. આ લગ્નમાં શરણાઈ, ઢોલ, છત્રીઓ તેમજ મધુર લગ્નગીત રાખેલા છે. નાતજાતના ભેદભાવ વગર સર્વે સમાજની 26 લાડલી દીકરીઓ લગ્ન સંસ્કારથી જોડાશે. જે દીકરીઓના પિતા ન હોય તેવી દીકરીઓના પાંચ વર્ષ સુધી મામેરા પણ જય વેલનાથ યુવા મંચ દ્વારા આપવામાં આવશે તેમ જય વેલનાથ યુવા મંચ પ્રેરિત સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આયોજન સમિતિની અખબારી યાદીમાં જણાવેલું હતું.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે દેવભાઈ કોરડીયા અધ્યક્ષ, અક્ષરભાઈ ડાભી, લાલજીભાઈ કિશલા, સાગરભાઈ કિશલા, જેન્તીભાઈ કુમરખાણીયા, દેવાંગભાઈ કુકાવા, મેહુલભાઈ કીલાયા, સંજયભાઈ વડેચા, ધવલભાઈ સુરેલા, કેતનભાઈ ધોળકીયા, સુભાષભાઈ અઘોલા, સંદીપભાઈ બાબરીયા, દિપકભાઈ માનસુરીયા, રવિભાઈ ભંડેરી આવ્યા હતા.