જુગારમાં પૈસા જીતી અજમેર ભાગી ગયો હોવાની કબૂલાત:SOG PIજે એમ કૈલા અને ટીમની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
રાજકોટમાં પ્રનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં પકડાયા બાદ વચગાળાના જામીન મેળવી એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં એસઓજીને સફ્ળતા મળી છે તે ગમે ત્યાં જુગાર રમી પૈસા જીતી અજમેર ભાગી જતો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં નાસતા ફરતા આરોપીઓને કોઈપણ ભોગે દબોચી લેવાની સુચના અન્વયે એસઓજી પીઆઈ જે એમ કૈલા અને ટીમને પેટ્રોલિંગ દરમિયાણ માહિતી મળી હતી કે પ્રનગર પોલીસમાં 2020માં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં વચગાળાના જામીન મેળવી એક વર્ષથી નાસી છૂટેલો સરતાજ ઉર્ફે રાજન હમીદભાઈ ખીયાણી ઉ.42 જંકશન પ્લોટમાં આવવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી સરતાજને દબોચી લીધો હતો તેના વિરુદ્ધ ગુજસીટોક ઉપરાંત હત્યાની કોશિષ, જુગાર, આર્મ્સ એક્ટ, ધમકી, રાયોટીંગ સહીત 12 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે પોતાને નશો કરવાની ટેવ હોય ચલમ પીતો અને જુગારમાં પૈસા જીતી અજમેર જતો રહેતો હોવાની કબૂલાત આપી હતી.