ટૂંકાગાળામાં બૂટલેગરો, ભૂમાફિયાઓને કાયદાનું ભાન કરાવનાર ભાર્ગવ ઝણકાટની લોકોમાં ભારે ચાહના
ખાસ-ખબર સંવાદદાતા
હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે શહેરના ઙઈંની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ભાર્ગવ ઝણકાટની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવતા 24 ગ્રામ પંચાયતોના સરપંચો આજે પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા. જ્યાં 24 ગામના સરપંચોએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પાઠવી ભાર્ગવ ઝણકાટની બદલી રદ કરવા રજૂઆત કરી હતી.
- Advertisement -
રાજકોટના 24 ગામના સરપંચોએ પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્ર મુજબ રજૂઆત કરવામાં આવી છે કે, ભાર્ગવ ઝણકાટની બદલી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારના લોકોના હિતમાં નથી. વિસ્તારમાં સતત લોકોની વચ્ચે રહી અને સ્થળ પર જ સામાન્ય નાગરિકનું સમાધાન કરી આપે છે. ભાર્ગવ ઝણકાટ દ્વારા સતત પેટ્રોલિંગ પણ થતું રહે છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અગાઉ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી. તેના વેચાણ પર પી.આઈ. ઝણકાટે રોક લગાવી હતી. જ્યારે તહેવારો દરમિયાન પણ સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયાસો કર્યા છે. ત્યારે બી.એમ.ઝણકાટની કામગીરીથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારના નાગરિકો રાહત અનુભવી રહ્યા છે. ત્યારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ઙઈંની બદલી અટકાવવા અરજ કરવામાં આવી છે.
PI ભાર્ગવ ઝણકાટે સરકારી અને ખાનગી જમીન પર કબજો જમાવનારાઓની શાન ઠેકાણે લાવી
સરપંચોએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે, કુવાડવા પોલીસ રોડ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. જ્યારે લોકપ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરી આપી લોકહ્રદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી હતી. આ સિવાય તહેવારો દરમિયાન પણ સતત પેટ્રોલિંગ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાર્ગવ ઝણકાટે સતત પ્રયાસો કર્યા છે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. તરીકે તેમને માંડ 6 મહિના જેટલો સમય જ સમય થયો છે આ 6 મહિનામાં બી.એમ.ઝણકાટે એક પોલીસ વિભાગની અલગ છબી ઉભી કરીને લોકચાહના મેળવી હતી. તેના વિસ્તારમાં આવતા સરપંચો અને લોકોના હ્રદયમાં આગવું સ્થાન મેળવ્યું છે.