અમુક વિસ્તારમાં તો 15 થી 20 દિવસે પીવાનું પાણી મળે છે!
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સાયલા શહેરની 20,000 પ્રજાનાં માથે પાણીની સમસ્યાનો બોજ વધતો જોવા મળે છે. સાયલા શહેરને એકમાત્ર થોરીયાળી ડેમનું પાણી મળે છે. વધતી વસ્તી અને વિસ્તારને કારણે સાયલા ગ્રામ પંચાયત દ્વારા 20 ઝોન મુજબ પાણીનુ વિતરણ કરવામાં આવે છે. જેને કારણે એક વિસ્તારમાં 15 થી 20 દિવસે પીવાનું પાણી મળે છે. પીવાના પાણી માટે મહિલાઓ સ્ટોરેજ કરીને 15 થી 20 દિવસ સુધી પીવાના પાણીની સમસ્યા હલ કરે છે. ઘર વપરાશના પાણી માટે મહિલાઓ તળાવ, કુવા, બોરનું બિન વપરાશ પાણી ન છૂટકે ઘર વપરાશના કામમાં લેવા મજબૂર બને છે.
ઉનાળાના સમયમાં પીવાના પાણીની જરૂરિયાત વધતી જોવા મળે છે. ત્યારે નર્મદાના પાણી અને થોરીયાળી ડેમનું પાણી સંપમાં નાખવામાં આવે તો એક વિસ્તારને દસ દિવસમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાએ પાણી પુરવઠા વિભાગને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવાની રજૂઆત કરી છે.
પરંતુ તંત્ર દ્વાર નર્મદાનું પાણી અપૂરતા પ્રમાણમાં આપવાને કારણે સાયલા શહેરની પ્રજાજનોને પાણીની સમસ્યા વિકટ બને તેવી દહેશત જોવા મળે છે.ત્યારે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કરાય તેવી લોકોની પણ ખાસ અને લાગણીસભર રજૂઆત છે.