ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ અને રાજરાજેશ્ર્વર ગુરુ ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજરાજેશ્ર્વર ગુરુજી અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 1-8-2025થી 3-8-25ના રોજ જયપુર ફૂટ કેમ્પ યોજાશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતાં દર્દીઓએ પોતાના ફોટાવાળુ સરકાર માન્ય ઓળખપત્ર, આધારકાર્ડ અને ડોકટરનું વિકલાંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરતમંદોને કૃત્રિમ પગ વિનામૂલ્યે બેસાડવામાં આવે છે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતાં લોકોને તા. 1 શુક્રવારના રોજ સવારે 8-00 કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ ફોન નં. 0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને રાજરાજેશ્ર્વર ગુરુજી તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવી રહ્યા છે.



