ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટ કેમ્પના રૂપમાં વધુ એક સેવા કેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને માતૃશ્રી કલાવંતીબેન ભૂપતભાઈ માંઉના સંયુકત ઉપક્રમે જયપુર કેમ્પ યોજાયો હતો.
- Advertisement -
આ કેમ્પમાં કુલ 53 દર્દીઓએ લાભ લીધેલ હતો. જેમાં કેલિપર્સના 17 દર્દી અને લેગ (પગ)ના 24, પગ રીપેરીંગ 12 દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને માતૃશ્રી કલાવંતીબેન ભૂપતભાઈ માંઉ તથા કમાણી ફાઉન્ડેશનનાં સહયોગથી અને તેના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે. આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઈ મારુ, કિશોરભાઈ પરમાર, જે. કે. સરાઠે તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મીરાણી, ભરતભાઈ સોલંકી, અનવરભાઈ ઢેબા વગેરે જહેમત ઉઠાવી હતી.