સરગમ કલબ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
2612 જેટલા દર્દીઓએ લીધો લાભ, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ચશ્મા અને દવાની વિનામૂલ્યે સેવા
- Advertisement -
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા સહિત અનેક મહાનુભાવોની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતું કે, રાજકોટની સામાજિક સંસ્થા સરગમ કલબ સેવાનો પર્યાય બની છે અને છેવાડાના માનવી સુધી આ સેવાનો લાભ પહોંચે છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં સરગમ કલબની ઓળખ જ સેવા પ્રવૃત્તિની બની ગઈ છે અને ઘણા લોકો તેમાંથી પ્રેરણા લ્યે છે.
સરગમ કલબ દ્વારા સતત 23માં વરસે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો અને તેનું ઉદઘાટન કર્યા પછી પુરુષોત્તમ રૂપાલાએ આ કેમ્પ યોજવા બદલ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન અન આપ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, આ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરીને સરગમ કલબે સેવા અને સંપતિનો સમન્વય કર્યો છે. સરગમ કલબનો સ્વભાવ જ સેવા પ્રવૃત્તિનો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં સરગમ કલબની 51 પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
આ કેમ્પના ઉદઘાટન સમારોહમાં અતિથિવિશેષ તરીકે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ, બિલ્ડર ચંદ્રકાંતભાઈ શેઠ, રમણીકભાઈ જસાણી, ડો. ભરત કાકડિયા, ડો. કાન્ત જોગાણી, પરસોત્તમભાઈ કામાણી,હરેશભાઈ લાખાણી, મનીષભાઈ રાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આ કેમ્પની મુલાકાતે આવનારા મહાનુભાવોમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મુકેશભાઈ શેઠ, અતુલભાઈ શેઠ, શંભુભાઈ પરસાણા, ભરતભાઈ માંકડિયા, રમેશભાઈ પટેલ, મુકેશભાઈ પાબારી, ગોવિંદભાઈ પટેલ, પ્રવીણભાઈ ધોળકિયા, નિકુંજભાઈ ધોળકિયા, અશોકભાઈ વૈશ્નાની, શૈલેશભાઈ માંઉ, રમણભાઈ વરમોરા, પ્રતાપભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, દીપકભાઈ રાજાણી,જીતુભાઈ ચંદારાણા, જયેશભાઈ લોટીયા, રાજાભાઈ હિન્દુજા, શિવલાલભાઈ રામાણી, હરદેવસિંહ જાડેજા, યુસુફભાઈ માંકડા, મનોજ અનડકટ, રાજદીપસિંહ જાડેજા ( વાવડી), દિનેશભાઈ અમૃતિયા, ડો. વિભાકર વચ્છરાજાની, રાજેનભાઈ વડાલિયા, રાજેશભાઈ કાલરીયા, જીતુભાઈ બેનાણી, મધુભાઈ પટોળીયા, નેહલભાઈ શુક્લ, તેજસભાઈ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સલીમભાઈ તેજાણી( ઓસ્ટ્રેલીયા) હેલીબેન ત્રિવેદી, લતાબેન તન્ના, ચંદ્રિકાબેન ધામેલીયા, જયશ્રીબેન સેજપાલ, કાશ્મીરાબેન નથવાણી, જસુમતિબેન વસાણી વગેરેનો સમાવેશ થતો હતો.
આ કેમ્પનો કુલ 2612 દર્દીઓએ લાભ લીધો હતો જેમાં 95 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ, 40 દર્દીના એક્સ-રે, 45 દર્દીઓની સોનોગ્રાફી અને 450 દર્દીઓને ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. તમામને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા ડો. રાજેશ તૈલી, ડો. અમિત હપાણી, ડો. કમલ પરીખ, ડો. નવલભાઈ શીલુ, ડો. પારસભાઈ શાહ અને ડો. રશ્મીભાઈ ઉપાધ્યાએ સંભાળી હતી. આ કેમ્પમાં સરગમ કલબને અશોક ગોંધિયા મેમોરીયલ ટ્રસ્ટ, સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ ( ફિલ્ડ માર્શલ ), કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ, રાજકોટ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન અને જે.વી. શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટ, કોઠારી ડાયગ્નોસ્ટિક વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડો. રાજેશ તૈલીએ કર્યું હતું જયારે કેમ્પની માહિતી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આપી હતી. આભારવિધિ ડો. કમલ પરીખે કરી હતી જયારે સંચાલન સંજય કામદારે કર્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ડો. ચંદાબેન શાહ, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, મનમોહન પનારા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઈ કિયાડા, અનવરભાઈ ઠેબા, દીપકભાઈ શાહ, મનસુખભાઈ મકવાણા ઉપરાંત ભાવનાબેન મહેતા, છાયાબેન દવે, કૈલાશબા વાળા, નીતાબેન પરસાણા, દેવાંશી શેઠ તથા બંને કમિટીનાં 150થી વધુ ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.