31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, રક્તદાન કેમ્પ યોજાશે, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા. 25ના રોજ રાજકોટ જિલ્લાના દાસીજીવણ પાર્ટી પ્લોટ, ગોંડલ ખાતે પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં 31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સમયે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તા. 25ના રોજ જાન આગમન બપોરે 2-30 કલાકે, વરઘોડો 3 કલાકે અને સાંજે 4 કલાકે દાતાઓનું સન્માન કરવામાં આવશે તેમજ સાંજે 6 કલાકે હસ્તમેળાપ અને ભોજન સમારંભ તેમજ સાંજે 9 કલાકે ક્ધયા વિદાય લેશે. આ લગ્નોત્સવમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રમેશભાઈ ધડુક, નરેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરીયા સહિતના સભ્યો હાજરી આપશે. આ લગ્નોત્સવમાં દિપ પ્રાગટ્ય મોહનભાઈ કુંડારીયા, પ્રશાંતભાઈ કોરાટ, કિરીટસિંહ રાણા, રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.