સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં 100% પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી: અપૂર્વભાઈ મણીઆર
અ1-2માં 40 વિદ્યાર્થીઓ ઉપરાંત ધો. 10માં 99.91 P.R મેળવી સોલંકી ભક્તિએ શાળા-પરિવારનું ગૌરવ વધાર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરનું ધોરણ 10-12 બોર્ડ પરીક્ષામાં વિક્રમજનક પરિણામ આવ્યું છે. ધો. 10-12માં એ1-2 ગ્રેડ સાથે 40 જેટલા વિદ્યાર્થીઓએ 99 ટકા સુધી પીઆર મેળવ્યા છે. શાળાની વિદ્યાર્થી સોલંકી ભક્તિએ ધો. 10માં 99.91 પીઆર મેળવી શાળા-પરિવારનું ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત સોલંકી ભક્તિએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે જ્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ ખૂંટ જીયલએ આંકડાશાસ્ત્રમાં, વાજા વૃત્તિએ સંસ્કૃતમાં, ખાંભલિયા રોહને બેઝિક ગણિતમાં, કોટડીયા વ્યોમએ સંસ્કૃત વિષયમાં, ધોડકીયા કૃપાએ વિજ્ઞાન, સમાજ, બેઝીક ગણિતમાં 100માંથી 100ગુણ મેળવ્યા છે.
બોર્ડ પરીક્ષાના ઝળહળતા પરિણામો વિશે શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના આચાર્યો-પ્રધાનાચાર્યોની વિદ્યાર્થીઓ પ્રત્યેની સખત મહેનત-સતત માર્ગદર્શનથી સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં100 ટકાપરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. આ ઉત્કૃષ્ટ પરિણામમાં સંસ્થાના સાથી ટ્રસ્ટીગણની પણ એટલી જ મહેનત અને માર્ગદર્શન રહેલા છે. સંસ્થાના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્યો-પ્રધાનાચાર્યોના નેતૃત્વમાં સરસ્વતી શિશુમંદિર છેલ્લા દોઢેક દસકથી બોર્ડ પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સો ટકા પરિણામ મેળવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓના પરિણામમાં શાળાની કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. સરસ્વતી શિશુમંદિર દરેક વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે શ્રેષ્ઠ સંસ્કાર મેળવે તે માટે કાર્યશીલ છે. છેલ્લા 42 વર્ષથી શહેરના મારુતિનગર સાથે રણછોડનગર અને નવા થોરાળા વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર સરસ્વતી શિશુમંદિર નર્સરીથી ધો. 12 ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં સાયન્સ-કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા છે, સરસ્વતી શું કામ સર્વશ્રેષ્ઠ છે એ જાણવા દરેક વ્યક્તિએ આ શાળાની અચૂક મુલાકાત લેવી એવું જણાવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનીલભાઈ કિંગર, ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, રક્ષિતભાઈ પટેલ સહિત શાળા પરિવારના પ્રધાનચાર્યો, આચાર્યોએ ધોરણ 10-12માં વિક્રમજનક પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
- Advertisement -
99% પીઆર સાથે ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, સમાજ, આંકડાશાસ્ત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ