સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં 100 ટકા પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી : અપૂર્વભાઈ મણીઆર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરનું ધોરણ 10-12 બોર્ડ પરીક્ષામાં વિક્રમજનક પરિણામ આવ્યું છે. ધો. 10-12માં A1-A2 ગ્રેડ સાથે 20 જેટલા વિદ્યાર્થીઓએ 99 ટકા પીઆર મેળવ્યા છે. શાળાની વિદ્યાર્થીની પરમાર રાધિકા અને ઝાપડા ગોપીએ બી.એ.માં 100માંથી 100 ગુણ મેળવ્યા છે જ્યારે ધો. 10માં ગણિત વિષયમાં સોલંકી દ્રષ્ટિ, સમાજ વિષયમાં લીંબાસીયા તૃષા અને પાટડીયા ખુશી, સંસ્કૃત વિષયમાં સોલંકી દ્રષ્ટિ અને લીંબાસીયા તૃષાએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે.
બોર્ડ પરીક્ષાના ઝળહળતાપરિણામો વિશે શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના આચાર્યો-પ્રધાનાચાર્યોની વિદ્યાર્થીઓ પ્રત્યેની સખત મહેનત-સતત માર્ગદર્શનથી સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં 100 ટકા પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. આ ઉત્કૃષ્ટ પરિણામમાં સંસ્થાના સાથી ટ્રસ્ટીગણની પણ એટલી જ મહેનત અને માર્ગદર્શન રહેલા છે.
1996થી રણછોડનગર વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર સરસ્વતી શિશુમંદિર બાળકોનાં સર્વાંગી વિકાસ માટે નિસ્વાર્થભાવે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થા છે એવું જણાવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, રક્ષિતભાઈ પટેલ સહિત શાળા પરિવારના પ્રધાનચાર્યો, આચાર્યોએ ધોરણ 10-12માં વિક્રમજનક પરિણામમેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.