ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનું આસ્થાનું કેન્દ્ર એવું મહાપ્રતાપી સર્વની મનોકામના પૂર્ણ કરતા એવા શ્રી બાલાજી હનુમાનજી (કરણસિંહજી હાઈસ્કૂલના) સાનિધ્યમાં વિદ્યાર્થીઓને વિશેષ સફળતા માટે તા. 7 ને ગુરુવારના રોજ સાંજે 3-30થી 6 વાગ્યા સુધી સમૂહ નિ:શુલ્ક સરસ્વતી પૂજા, મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે. બાલાજી હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં જનમેદની ભક્તોની ભીડ દાદાના દર્શન પૂજા માટે એકત્રિત થતી હોય છે.
એમાં ઘણા ભકતોના દીકરા-દીકરીઓ ધો. 10 અને 12માં અભ્યાસ કરતા હોય છે એના વાલીઓની પણ ઈચ્છા હોય છે બાલાજી દાદાના સાનિધ્યમાં આવું આયોજન થાય ત્યારે બાલાજી મંદિર ટ્રસ્ટ વતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા કોઠારી સ્વામી રાધારમણદાસજીના આયોજન તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ સરસવતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
તેમાં વિદ્યાર્થીઓ સાથે તેના વાલીઓ પણ પૂજાનો લાભ લઈ શકશે. પૂજામાં બેસનાર વિદ્યાર્થીઓને પૂજાના અંતે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.છેલ્લા ઘણા વર્ષોથી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવા સરસ્વતી પૂજા- મહાપૂજા દર શનિવારે મારુતિ યજ્ઞ, દર મંગળવારે સુંદરકાંડના પાઠ, કાયમી સાંજે દાદાની મહાનિરંજન આરતી તથા રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ જેવા આયોજનોની બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લેતા હોય છે તો આ સરસ્વતી પૂજનનો ધો. 10-12ના વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ ખાસ આ પૂજાનો લાભ લે અને વિદ્યાર્થીઓનું મનોબળ બાલાજી હનુમાનજી મહારાજ વધારે એવી દરેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.