ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર તિર્થક્ષેત્ર મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી મહારાજે મતદારોને વધુમાં વધુ મતદાનની અપિલ કરી હતી અને જણાવ્યુ હતુ કે, ચૂંટણી એટલે રાષ્ટ્રપર્વમાંની મતદાન કરવાની અપિલ કરી હતી. આગામી 2022 વિધાનસભા ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે. ત્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતીઆશ્રમના મહંત દ્વારા દેશનાં લોકશાહીને જીવંત રાખવા મતદારોનો એક એક મત કિંમતી છે. ત્યારે દરેક નાગરિકે અચૂક મતદાન કરવુ જોઇએ અને સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કોઇપણ પક્ષનાં ઉમેદવારને પસંદ કરી મતદાન કરવુ જરૂરી છે. ત્યારે સાધુ સંતોને પણ ટિકીટ આપવામાં આવી છે. જેમાં ગઢડા બેઠક અને ભરૂચ બેઠક ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને ટિકીટ આપતા આભાર વ્યક્ત કર્યો હતો.