ખાસ-ખબર સંવાદદાતા
બોલીવુડના દમદાર અને નેચુરલ એક્ટર સંજય મિશ્રા પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતા નથી. હાલમાં સંજય મિશ્રા તેની શોર્ટ હિન્દી ફિલ્મ ’ગીદ્ધ’ (ધ સ્કેવેન્જર) માટે ચર્ચામાં છે. તેમની આ ફિલ્મે ’શોર્ટ શોર્ટ્સ ફેસ્ટિવલ’ અને ’એશિયા 2023’માં માત્ર એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જ નથી જીતી, પરંતુ હવે તે ઓસ્કાર માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
આ ફેસ્ટિવલમાં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. સંજય મિશ્રાની શોર્ટ હિન્દી ફિલ્મ ’ગીદ્ધ’ સમાજને અરીસો બતાવે છે અને નિષ્પક્ષ રૂૂપથી ઘણી કઠોર વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે જેના પર મોટાભાગના લોકો આંખ આડા કાન કરી લેતા હોય છે.
- Advertisement -
વૈશ્ર્વિક સ્તરે પ્રેક્ષકો સાથે તાલ મિલાવતા, ’ગીદ્ધ’ને પહેલા યુએસએ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની જ્યુરી દ્વારા ફાઇનલિસ્ટ તરીકે પણ પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ શોર્ટ ફિલ્મ ’કઅ શોર્ટ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ અને ’ કારમર્થન બે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 સહિત ઘણા પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઓફિશિયલ સિલેકશનમાની એક હતી.