સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી.
સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાની તસવીરો સો.મીડિયામાં વાયરલ
- Advertisement -
‘બિગ બોસ 16’ના સ્પર્ધકો માટે ફરાહ ખાને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી દરમિયાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા લાઈમલાઈટમાં રહી હતી. બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાને ‘બિગ બોસ 16’ના સ્પર્ધકો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા અને તેની બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી.
View this post on Instagram- Advertisement -
અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો
ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સહિત અન્ય સ્ટાર્સ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અનમ મિર્ઝા ભલે ગ્લેમર વર્લ્ડથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અનમ મિર્ઝા એક ફેશન ઈંફ્લુએન્સર છે જે લોકોને ફેશન ટિપ્સ આપે છે. આ સિવાય તે ફેશનને લગતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે.
View this post on Instagram
અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે
અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે થયા હતા. પહેલા પતિ સાથે તલાક બાદ અનમ મિર્જાએ વર્ષ 2019માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા હતા.