ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના છેલ્લા ગ્રૈંડ સ્લેમમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. સાનિયા મિર્ઝાએ પહેલેથી જ જાહેરત કરી દીધી છે કે, ઓસ્ટ્રેલિયન ઓપન તેનો છેલ્લી ગ્રૈંડ સ્લેમ ટૂર્નામેન્ટ હશે. તેમણે આ ટૂર્નામેન્ટમાં બે શ્રેણીમાં ભાગ લીધો હતો. મહિલા યુગલમાં સાનિયાએ કઝાખસ્તાનની અન્ના દાનિલિનાની સાથે જોડી બનાવી હતી, આ બંન્ને મહિલા યુગલ બીજા જ રાઉન્ડમાં હારીને બહાર થઇ ગઇ હતી. જો કે, મિશ્રિત યુગલમાં સાનિયાએ રોહન બોપન્નાની સાથે મળીને કમાલ કરી દેતા ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. ફાઇનલમાં હારની સાથે તેમણે પોતાના છેલ્લા ગ્રૈંડ સ્લેમમાં ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું.
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીને બ્રાઝીલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસએ 6-7, 2-6ના સ્કોટરથી હરાવી હતી. ફાઇનલ મેચમાં હાર પછી સ્પીચ ટાઇમે સાનિયા ભાવુક થઇ ગઇ હતી, અને પોતાના આંસુને રોકી શકી નહોતી. જો કે, જ્લદી જ તેમણે પોતાના પર કંટ્રોલ કરતાં વાત પૂરી કરી હતી.
- Advertisement -
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
- Advertisement -
શું કહ્યું સાનિયા મિર્ઝાએ?
મેચ પૂરી થયા પછી સાનિયા મિર્ઝાએ પોતાની સ્પીચમાં કહ્યું કે, હું હજુ બે ટુર્નામેન્ટ વધુ રમવાની છું. મારી કરિયરની શરૂઆત મેલબર્નમાં થઇ હતી. વર્ષ 2005માં હું ત્રીજા રાઉન્ડમાં સેરેના વિલયમ્સની સામે રમી હતી. તે સમયે હું 18 વર્ષની હતી. હું ભાગ્યશાળી છું કે વારં-વાર અહિંયા આવવામાં સફળ રહી અને કેટલીય ટૂર્નામેન્ટ જીતી. સાથએ જ કેટલાક ફસ્ટક્લાસ મેચ રમી. રેડ લેવર મારી જિંદગીમાં ખઆસ રહેશે. ગ્રૈંડ સ્લેમમાં પોતાનું કરિયર પૂરૂ કરવા માટે હું આનાથી વધારે સારી રીતે અરેના વિશે નહીં વિચારી શકતી. મને અહિયા ઘર જેવું લાગી રહ્યું છે.
મેચમાં શું થયું?
ઓસ્ટેલિયન ઓપન 2023માં ફાઇનલથી પહેલા ફક્ત એક સેટ હારનારી સાનિયા અને બોપન્નાની જોડી ફાઇનલ સુધી પણ ના પહોંચી શકી. જો કે, આ પહેલા સેટમાં બંન્ને જોડિયોની વચ્ચે સૌથી વધુ સંઘર્ષ થયો, પરંતુ છેલ્લે બાર્ઝીલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસએ 7-6ના અંતરથી સેટ જીતી લીધો હતો. ત્યાર પછી આશા કરવામાં આવી રહી હતી કે, સાનિયા અને રોહન બોપન્ના બીજા સેટમાં પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. બ્રાઝીલની જોડીએ બીજા સેટ 6-2ના મોટા અંતરથી જીતી લીધો અને પ્રાઇઝ પોતાના નામે કર્યો. બીજા સેટમાં સાનિયા અને રોહન બોપન્નાની જોડી સંપૂર્ણ રીતે પોતાની લય ખોઇ ચૂક્યા છે. જો કે હવે સાનિયાને બે ટૂર્નામેન્ટમાં રમશે. એવામાં તેમને પાસ જીતવાની સાથએ પોતાના કરિયરને પૂર્ણ કરવાનો આ અવસર મળશે.