RSS ‘જય સિયારામ’ને બદલે ‘જય શ્રી રામ’ કહીને દેવી સીતાનું અપમાન કરી રહ્યાં : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર મહિલાઓનું દમન કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે આ જ કારણ છે કે સંગઠનમાં મહિલા સભ્યો નથી. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસની યોજના ભય ફેલાવવાની છે અને તેમની કૂચ ડર અને નફરત વિરૂદ્ધ છે.
તામિલનાડુના ક્ધયાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી ભારત જોડો યાત્રા હાલમાં રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. 16 ડિસેમ્બરે આ યાત્રાના 100 દિવસ પૂર્ણ થશે. બુધવારે સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થયેલી યાત્રા દૌસાના બાદશાહપુર પહોંચી છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસ ‘જય સિયારામ’ને બદલે ‘જય શ્રી રામ’ કહીને દેવી સીતાનું અપમાન કરી રહ્યાં છે. જય સિયા રામ ભગવાન રામ અને દેવી સીતા બંનેને સ્વીકારે છે. દૌસા જિલ્લાના બગડી ગામમાં એક શેરી સભાને સંબોધતા રાહુલે કહ્યું, ‘તમને તેમના સંગઠનમાં એક મહિલા નહીં મળે. તમને છજજમાં એક મહિલા નહીં મળે. તેઓ મહિલાઓને દબાવી દે છે, તેઓ મહિલાઓને તેમના સંગઠનમાં પ્રવેશવા દેતા નથી.‘ ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ નામની છજજની મહિલા પાંખ પણ છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘હું આરએસએસ અને બીજેપીના લોકોને પૂછવા માંગુ છું, તમે જય શ્રી રામ કહો છો પણ જય સિયારામ કેમ નથી બોલતા? તમે સીતા માને કેમ હટાવ્યા? તમે તેનું અપમાન કેમ કરો છો? શા માટે મહિલાઓનું અપમાન કરો છો?’
આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુવાનોમાં બેરોજગારીનો ડર પણ વધી રહ્યો છે. આ ડર ભાજપ અને આરએસએસને જ ફાયદો કરે છે કારણ કે તેઓ આ ડરને નફરતમાં ફેરવે છે. તેમની તમામ સંસ્થાઓ સમાન કાર્ય કરે છે. તેઓ દેશના ભાગલા પાડવા અને નફરત અને ભય ફેલાવવાનું કામ કરે છે. એટલા માટે ભારત જોડો યાત્રાનું સૌથી મહત્વનું લક્ષ્ય છે. જોડો યાત્રા દેશમાં ફેલાયેલા ભય અને નફરતની વિરૂદ્ધ છે.