જાન્યુઆરીમાં બ્રિજનું કામ પૂર્ણ થવાની મહાપાલિકાએ જાહેરાત કરી હતી: હવે માર્ચ સુધી ચાલશે કામ
2023માં નવી ડિઝાઇન બનાવીને આધુનિક ફોર-લેન ઓવરબ્રિજ બનાવવા મંજૂરી આપવામાં આવી: 14 એપ્રિલ 2024થી કામ શરૂ થયું
- Advertisement -
બ્લોક મંજૂરી ન મળતાં સાંઢીયાપુલના કામમાં વિલંબ: છખઈના પત્રને ચાર મહિના છતાં જવાબ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બની રહેલા સાંઢીયા પૂલનું કામ ફરી એકવાર લંબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રેલવે વિભાગ સમયસર ટ્રેક ઉપર કામ કરવાની મંજૂરી આપતું ન હોવાથી પૂલની કામગીરી ઓછામાં ઓછા ત્રણ મહિના વધુ લંબાવાની શક્યતા છે. શાસકો દ્વારા જાન્યુઆરી સુધીમાં પૂલ તૈયાર થઈ જશે તેવી કરાયેલી જાહેરાતો હવે નિષ્ફળ ઠરી છે, કારણ કે હવે કામ માર્ચના એન્ડ સુધી લંબાશે.
રાજકોટ મનપાના ઈજનેરો મુજબ સાંઢીયા પૂલની 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
હવે માત્ર રેલવે ટ્રેકઉપર કામ કરવા માટે બ્લોક ફાળવવામાં દિલ દગડાઈ કરતા પૂલની કામગીરી જાન્યુઆરી એન્ડ સુધીમાં પૂર્ણ થવાના બદલે માર્ચ એન્ડ સુધી લંબાઈ જવાની શક્યતા છે. રાજકોટ મહાપાલિકા દ્વારા ચાર દાયકાથી વધુ જૂના સાંઢીયા પૂલના સ્થાને આધુનિક ઓવરબ્રિજ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ગત તા.14-4-2024ના કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ વર્ષે માર્ચ માસમાં બ્રિજ બનીને તૈયાર થઈ જાય તેવી શકયતા હતી પણ કામગીરીમાં ઝડપ થતા અને 60 ટકા કામગીરી સમય મર્યાદા કરતા વહેલી પુરી થઈ જતા શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી.
સાંઢીયા પૂલ ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજકોટ મનપાના ઈજનેરી સૂત્રોએ કહયું હતું કે, ઓવરબ્રિજમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે જે કામ કરવાનું છે તે રેલવેના ટ્રેક ઉપરનું છે અને તેમાં રેલવે જયારે ટ્રેન પસાર થવાની નથી તેવા સમય નક્કી કરીને બ્લોક આપતી હોય છે. અમે બ્લોક માટે ચાર મહિના પહેલા પત્ર લખી નાખ્યો છે. ટેલિફોનિક પણ વાતચીત કરેલી છે આમ છતા બ્લોક મળ્યા નથી. રેલવે મંજૂરી આપે ત્યાર બાદ જ પાટા ઉપર કરવાની કામગીરી થઈ શકશે. અમે રાહ જોઈ રહ્યા છીએ.
- Advertisement -
રેલવેને પત્ર લખ્યો છે, મંજૂરીની રાહમાં છીએ: મેયર નયનાબેન પેઢડિયા
મેયરે જણાવ્યું હતું કે, અમે રેલવેને ચાર મહિના પહેલા પત્ર લખ્યો હતો. મૌખિક વાતચીત પણ થઈ છે, છતાં બ્લોક મળ્યો નથી. કામ અટકશે નહીં, પરંતુ જે કામ ટ્રેક પર છે તે રેલવે બ્લોક આપશે ત્યારે જ થઈ શકશે.
નવો બ્રિજ શા માટે જરૂરી?
હેવી વાહન પસાર થઈ શકતું નહોતું
સાંકડો હોવાથી સતત ટ્રાફિક જામ
સુરક્ષા અંગે ચિંતાઓ
બ્રિજની લંબાઈ : 744 મીટર
સાંઢીયો પુલ સાડા ચાર દાયકાનો જૂનો
ફોર-લેન સુવિધા



