મેક્સિકોના નુએવા લિયોન રાજ્યના સેન પેડ્રો ગાર્જા ગાર્સિયા શહેરમાં નાગરિક આંદોલન પાર્ટીની રેલી દરમિયાન સ્ટેજ તૂટતાં અફરાતફરી મચી ગઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ મંચ પર હાજર હતા
- Advertisement -
પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જ્યોર્જ અલ્વારેજ મેનેજે સોશિયલ મીડિયા પર કહ્યું કે એક રાજકીય કાર્યક્રમમાં ભારે પવનને કારણે સ્ટેજ તૂટ્યું હતું. આ દરમિયાન હું પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે મારી ટીમના અનેક સભ્યોને ઈજા થઇ છે. તોફાનને કારણે હવે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.