ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ચૂંટણી પૂર્ણ થયા બાદ આળસ ખંખેરીને શહેરના સંત કબીર રોડ પર આવેલ 20 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. જેમાં ખાસ પાનના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ મારવાની સૂચના આપવામાં આવેલ તથા 5 ધંધાર્થીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. આરોગ્ય શાખા દ્વારા જેમને સૂચના આપવામાં આવેલ ધંધાર્થીઓમાં આશીર્વાદ પાન, ઠાકરધણી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રવેચી પાન- કોલ્ડ્રિંક્સ, ડિલાઈટ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ અને રઘુવીર પાનને લાયસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવેલ છે, તદ્ઉપરાંત કૈલાસ પાન, નીર કોલ્ડ્રિંક્સ, મનમિત પાન, સપના પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ખોડીયાર કોલ્ડ્રિંક્સ, ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, અર્જુન, ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, વિજય પાન, બ્રહ્માણી કોલ્ડ્રિંક્સ, ગોકુલ પાન, ગાયત્રી પાન સેન્ટર, સંગમ કોલ્ડ્રિંક્સ, કનૈયા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, આશાપુરા પાન, મહાદેવ પાનની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત ગાંધીગ્રામ એસ.કે. ચોકમાં આવેલ જય જલારામ ફરસાણ એન્ડ સ્વીટમાંથી શુદ્ધ ઘીના અડદિયા બનાવતા હોવાથી શુદ્ધ ઘીનો નમૂનો લીધેલ છે તથા આકાશવાણી ચોકમાં આવેલ બહુચરાજી નમકીન એન્ડ સ્વીટમાંથી ખજૂર રોલની મીઠાઈ બનાવતાં હોવાથી શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવેલ છે.
આરોગ્ય શાખા દ્વારા શુદ્ધ ઘીની મીઠાઈ બનાવતી દુકાનમાંથી નમૂના લેવાયા
