સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓને આરોગ્ય વિભાગની તપાસ
રૈયા ટેલિફોન એક્સચેન્જ અને પેડક રોડ પરથી આઈસ્ક્રીમ, ગોલા અને શરબતના નમૂના લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હૂડકો ક્વાટર, હૂડકો પોલીસ ચોકી પાસે કોઠારીયા મેઇન રોડ પર આવેલી સુધ્ધાંગ ડેરી ફાર્મના મિક્સ દૂધ (લુઝ) અને હૂડકો ક્વાટર, બસ સ્ટોપ પાસે આવેલી નવનીત ડેરી ફાર્મના ભેસનું દૂધ (લુઝ)નો નમૂનો લઈ તપાસ કરતા તેમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ ફેઇલ જાહેર થયો હતો જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ ઋજઠ વાન સાથે શહેરના સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને તપાસ કરવામાં આવી હતી જેમાં 1 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે પાણીના ઘોડા ચોક, પેડક રોડ પાસે સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમમાંથી પિસ્તા ફ્લેવર શરબત માટેનું સીરપ અને માવા બદામ આઇસક્રીમના નમૂના તેમજ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા સાહેબ ગોલામાંથી ડબરી અને ઓરેન્જ ફ્લેવરના બરફ ગોલાના સીરપના નમૂના લીધા હતા.