નોટિસ આપ્યા વગર ઓઈલ મીલ સીલ કરી હોવાનો સમીર શાહનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
સોમા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મીલ સીલ કરવાની કામગીરી શરુ કરાતા ચકચાર મચી જવા પામી છે. લોન ભરપાઈ ના કરતા સમીર શાહની ઓઇલ મીલ સીલ કરવામાં આવી છે. લોન ભરપાઈ ન કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ હતી. બીજી બાજુ, નોટિસ આપ્યા વગર મીલ સીલ કરી હોવાનો સમીર શાહનો આરોપ છે.
- Advertisement -
75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ કરી હતી, જે ભરપાઇ ન કરવામાં આવતા યુનિયન બેંક દ્રારા મિલકત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવા પહોંચ્યા હતા.બીજી બાજુ, બેંકના અધિકારીઓનો દાવો છે કે, 140 કરોડની લોન બાકી છે. જેમાં બેંક ઓફ બરોડ, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક સહિતની લોન બાકી છે. જ્યારે નોટિસ આપ્યા વગર જ ઓઇલ મીલ સીલ કરવામાં આવી છે તેવો આક્ષેપ સમીર શાહએ કર્યો છે.