લઠ્ઠાકાંડમાં કેમિકલ કંપનીના એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ ચંદુભાઈ કીરભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
બરવાળા-ધંધુકા પંથકમાં સર્જાયેલા કેમિકલ કાંડમાં 50થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં કેમિકલ કંપનીના એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ ચંદુભાઈ કીરભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. બોટાદ સેસન્સ કોર્ટમાં આ આગોતરા જામીન અરજી 52 આજે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝટકો આપતા તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. જણાવી દઇએ કે એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ કીરભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોક્સી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાને બરવાળા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવ્યુ હતું, પરંતુ તેઓ પોલીસ સમક્ષ હાજર રહેવાને બદલે ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ધરપકડના ડરથી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે આગોતરા જામીન અરજી હાઇકોર્ટે નકારતા તેમને સેશન્સ કોર્ટમાં આવવું પડ્યું હતુ. આથી પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ ઠ્ઠીરભાઈ પટેલ,રાજેન્દ્ર કુમાર દસાડિયા,સમીર નલીનભાઇ પટેલ અને 2જીત મહેશભાઈ ચોક્સી દ્વારા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી.
- Advertisement -
સમીર પટેલને બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાંથી હટાવવા પણ માંગણી
લઠ્ઠાકાંડમાં સમીર પટેલ ફરતે કાનૂની ગાળીયો મજબૂત બની રહ્યો છે ત્યારે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખપદેથી પણ સમીર પટેલની હકાલપટ્ટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિ દ્વારા તાજેતરમાં જ કૌભાંડી સમીર પટેલને હટાવવાની માંગ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર આપવાની સાથે જો યોગ્ય ન થાય તો આંદોલનની પણ ચિમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ એવા સમીર પટેલ સામે મંદિરના આર્થિક વહિવટમાં ગોટાળા, બ્રાહ્મણોનું અપમાન, ભગવાનના કિંમતી આભૂષણોની હાલની સ્થિતિ, ગેસ્ટહાઉસ સહિતની મિલ્કતોના વહિવટમાં મનમાની સહિતની બાબતોને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકીય આકાઓના આર્શીવાદના કારણે બેફામ બનેલા સમીર પટેલના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયાનું મનાય છે.
શું છે સમગ્ર મામલો ?
સમીર પટેલની એમોસ કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યો હતો. આ કેમિકલ પીવાથી લોકોનાં મોત થયા છે. સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી છે અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં.