બેટ-દ્વારકાના બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ, નગરજનોની હૈયાવરાળ
દુર્યોધન અને શકુનીએ હસ્તિનાપુર પચાવવા ષડ્યંત્ર રચેલું
- Advertisement -
હજારો વર્ષો પૂર્વે દુર્યોધન અને શકુનીએ હસ્તિનાપુર પચાવી પાડવા એક ભયાનક ષડ્યંત્ર રચ્યું હતું અને તેમના આ ષડ્યંત્રને પરિણામે કઈકેટલાય નિર્દોષ લોકોને ઘણુંબધું સહન કરવું પડ્યું હતું. શબ્દોના વર્ણવી ન શકાય તેવી તારાજી સર્જાય હતી. આજે દુર્યોધન અને શકુનીની જેમ સમીર પટેલ અને દિનેશ બદિયાણી બેટ-દ્વારકા પચાવી પાડવા ષડયંત્ર રચી રહ્યા છે. બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી ધર્મના સ્થાનમાં રાજકરણ રમીને સમસ્ત બેટ-દ્વારકા પર પોતાનો કબજો જમાવવા મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને કારણે નિર્દોષ લોકોને ઘણુંબધું સહન કરવું પડી રહ્યું છે. સત્તા, સંપત્તિ પચાવી પાડવા દુર્યોધન અને શકુનીની જેમ લોભ, લાલચ, મોહ, માયાથી રત સમીર પટેલ અને દિનેશ બદિયાણીના બેટ-દ્વારકામાં કરેલા વધુ કેટલાંક આર્થિક-વહિવટ કૌભાંડો પરથી આજે પડદો ઉઠાવવામાં આવશે.
જગતપિતાના મંદિરનું નામ જગતભરમાં બદનામ કર્યું: સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ મંદિરને વેપારની દુકાન બનાવી દીધી
- Advertisement -
સમીર પટેલે મંદિરનું ગેસ્ટહાઉસ પચાવી પાડ્યું છે, હવે ટ્રસ્ટના ખજાના અને જમીનો પર કબજો કરવો છે!
દિનેશ બદિયાણી શકુનીની ચાલથી બધા કામકાજ પાર પાડી આર્થિક-વહિવટી કૌભાંડ કરે છે
હવે કૌભાંડી સમીર પટેલનો ડોળો મંદિરનાં કિંમતી ખજાના-જમીનો પર
ખાસ-ખબરના છેલ્લા બે અંકમાં બેટ-દ્વારકા મંદિરમાં થયેલા આર્થિક – વહિવટી કૌભાંડ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ-દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની જોહુકમી અને વાણી-વિલાસ સામે સ્થાનિક હિંદુ પ્રજા તથા બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ મંદિરને વેપાર કરવાની દુકાન બનાવી દીધી હોવાનો આક્ષેપ બેટ-દ્વારકાના બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ, નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા અને અહીંના દ્વારકાધીશ મંદિર સાથે સંકળયેલા કેટલાંક લોકોએ મીડિયા સમક્ષ આવીને દુર્યોધન જેવા ટ્રસ્ટી સમીર પટેલ અને શકુની જેવા ઈન્ચાર્જ દિનેશ બદિયાણીના પાપાચારની પોલ ખોલી છે. એટલું જ નહીં ખાસ-ખબરને સમીર પટેલ અને દિનેશ બદિયાણીના અન્ય કેટલાંક આર્થિક-વહિવટી કૌભાંડના પુરાવાઓ મળ્યા છે જે હવે પછી પ્રસ્તુત કરવામાં આવશે.
લાયન્સ ક્લબ દ્વારા વર્ષ 2007માં 35 લાખના ખર્ચે યાત્રાળુઓના ઉતારા, રહેવા, જમવા માટે આધુનિક ગેસ્ટહાઉસ બેટ-દ્વારકા મંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું એ વીઆઈપી ગેસ્ટહાઉસ સમીર પટેલે પચાવી પાડ્યું છે. બેટ-દ્વારકા મંદિરના વીઆઈપી ગેસ્ટહાઉસ પર કબજો કરી લીધા બાદ સમીર પટેલનો ડોળો હવે બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટની માલિકીના અબજો રૂપિયાના ખજાના અને કરોડો રૂપિયાની જમીન પર છે. બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના કિંમતી ખજાના અને મહામૂલી જમીન પર પોતાનો કબજો જમાવવા માટે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે અને સમીર પટેલને આ કામમાં દિનેશ બદિયાણીનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. દિનેશ બદિયાણી બેટ-દ્વારકામાં રહેતાહેતા, મંદિર ટ્રસ્ટનો વહિવટ સંભાળતાસંભાળતા શકુની ચાલથી આખું ષડ્યંત્ર પાર પાડવાની વેતરણમાં છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી બહુ જ ચાલાકીપૂર્વક ચાલ ચાલીને સર્વેસર્વાં બની ગયા છે.
બેટ-દ્વારકા આવતાં યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલાં ગેસ્ટ હાઉસમાં આજ સુધી એક પણ યાત્રાળુને ઉતારો અપાયો નથી
સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ ટઈંઙ ગેસ્ટહાઉસ પચાવી પાડ્યું
2001માં ભૂકંપ બાદ લાયન્સ ક્લબે બેટ-દ્વારકામાં એક વીઆઈપી ગેસ્ટહાઉસ અને રહેણાંક સોસાયટીના મકાનો જરૂરિયાતવાળાને આપવા માટે નિર્માણ કર્યા હતા. જે બેટ-દ્વારકા મંદિરનું વીઆઈપી ગેસ્ટહાઉસ સમીર પટેલે પચાવી પાડ્યું છે અને રહેણાંક સોસાયટીના મકાનો જરૂરિયાતમંદ લોકોને આપવાને બદલે ટ્રસ્ટીઓના લાગતાવળગતાઓને આપી દેવાયા છે. વર્ષ 2007માં 35 લાખના ખર્ચે આધુનિક ગેસ્ટહાઉસ લાયન્સ ક્લબ દ્વારા તૈયાર કરી બેટ-દ્વારકા મંદિરને અર્પણ કરવામાં આવ્યું છે. આ વીઆઈપી ગેસ્ટહાઉસ ત્યારથી લઈ આજ સુધી ફક્ત મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને તેમના મહેમાનોના રહેવા-જમવા માટે જ ખુલે છે એ સિવાય આ વીઆઈપી ગેસ્ટહાઉસને તાળા બંધ રહે છે. વીઆઈપી ગેસ્ટહાઉસની ચાવી એકમાત્ર દિનેશ બદિયાણી પાસે હોય છે. ટ્રસ્ટી સમીર પટેલની સુચના અથવા ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની ઈચ્છા વિરુદ્ધ બેટ-દ્વારકા મંદિરના ગેસ્ટહાઉસમાં કોઈને પ્રવેશ મળતો નથી.
બેટ-દ્વારકાનાં ગુગળી બ્રાહ્મણ પ્રમુખ તેમજ માજી સરપંચ તરૂણ પાઢ, મંદિરનાં મુખ્યાજી અતુલ ભટ્ટ અને વેપારી એસો.નાં પ્રમુખ અજય રાઠોડે મીડિયાને હકિકત જણાવી
સમીર પટેલ બ્રાહ્મણોને હેરાન પરેશાન કરે છે
બેટ-દ્વારકા મંદિરમાં વર્ષોથી પૂજાપાઠની સેવા કરતા તેમજ અહીના ગૂગળી જ્ઞાતિના પ્રમુખ અને માજી સરપંચ પુજારી તરૂણ પાઢે મીડિયાને જણાવ્યું હતું કે, બંધારણ પ્રમાણે મંદિરમાં કોઈ જાતની પ્રણાલી કે નિયમ ચાલતા નથી. આગળના ટ્રસ્ટીઓ અમને બોલવતા, માન-સન્માન આપતા, વાતચીન કરી સલાહસૂચન લેતા હતા જ્યારે છેલ્લા દસ વર્ષથી નવા ટ્રસ્ટીઓ અમને બોલાવતા નથી, અમારું અપમાન કરે છે અને ખાસ તો બ્રાહ્મણોને હેરાન પરેશાન કરે છે. ત્રણસોથી વધુ બ્રાહ્મણો અહીં વસવાટ કરે છે પરંતુ તેમની જ અવગણના અહીં થઈ રહી છે. અમારી ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને ચેરીટી કમિશનરને અરજ છે કે, નવા ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવે. આ ટ્રસ્ટ રદ્દ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અહીં પીવાના પાણીની કે બેસવા-રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી, ટ્રસ્ટને આવક ઘણી છે પરંતુ સુવિધાના નામે મીંડુ છે. ઘણા વર્ષોથી કડીયા કામ ચાલે છે પરંતુ અહીં કોઈ કામનો અંત આવતો જ નથી. ટ્રસ્ટ પાસે અબજો રૂપિયા છે અને બીજા કેટલાય રૂપિયા આવતા રહે છે પણ એ રૂપિયાનો ઉપયોગ થતો નથી. -તરૂણ પાઢ
સમીર પટેલ એક હથ્થુ શાસન ચલાવે છે
બેટ-દ્વારકા મંદિરના મુખ્યાજી અતુલ ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, મંદિરના પરિસરમાં આવેલી મહાપ્રભુજીની બેઠકમાં કોઈ પૃષ્ટિ સંપ્રદાય પ્રમાણે સેવા થતી નથી. અહીં કોઈપણ પ્રકારનો સેવાક્રમ ચાલતો નથી. મહારાજશ્રી જ્યારે પધારે ત્યારે દેખાડતા પૂરતું તમામ કામ સારૂ ચાલે છે. તેમના ગયા બાદ સેવા, ભજન, કિર્તન થતા નથી અને સેવાક્રમ જાળવવામાં આવતો નથી. મંદિરની વ્યવસ્થામાં ઘણી બધી ખામીઓ જોવા મળે છે. દેશ-દુનિયાભરથી આવતા યાત્રાળુ હેરાન થાય છે. આરામ કે બેઠક કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. હાલના ટ્રસ્ટી સમીર પટેલ એક હથ્થુ શાસન ચલાવી રહ્યા છે. સમીર પટેલની જોહુકમીને કારણે જૂના ટ્રસ્ટીઓ કંટાળીને ટ્રસ્ટ છોડી જતા રહ્યાં છે. આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવવાના ગમે તેમ પૈસા લેવામાં આવે છે અને ગમે તેમ પૈસાનો વહિવટ થાય છે. કોઈ પાવતી આપવામાં આવતી નથી. અહીં ટ્રસ્ટીઓનું એકચક્રીય શાસન ચાલે છે તે એકચક્રીય શાસન ન ચાલવું જોઈએ. સૌના સારા અને સૌની સુવિધા માટે આ બધું બંધ થવું જોઈએ. -અતુલ ભટ્ટ
સમીર પટેલ નાના વેપારીઓને દબાવે છે
બેટ-દ્વારકા વેપારી મંડળના પ્રમુખ અજયભાઈ રાઠોડે મીડિયાને જણાવ્યું કહ્યું હતું કે, દૂરદૂરથી જગત જમાદારનાં દર્શનાર્થે આવતા યાત્રાળુ માટે ટ્રસ્ટીઓએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા પણ કરી નથી. બેટ-જેટીથી મંદિર સુધી વોશરૂમની કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલા વર્ગને પણ જાહેરમાં શૌચ કરવા પડે તેથી શરમજનક સ્થિતિ સર્જાય છે. અહીનું તંત્ર એકદમ ખાડે ગયું છે. યાત્રીકોની સુવિધા માટે ટ્રસ્ટીઓ ક્યારે કોઈ બેઠક કરી જ નથી. 2001ના ભૂકંપથી આ જ પરિસ્થિતિ છે. બપોરે 1થી 5 મંદિર બંધ કરીને બધા જતા રહે છે અને યાત્રિકો હેરાન થઈ રહ્યા છે. આટઆટલા વર્ષો થવા છતાં ટ્રસ્ટીઓએ મંદિરમાં કોઈ જ સુવિધા વધારી નથી. ટ્રસ્ટીઓ હાજર રહેતા નથી અને ક્યારે કોણ ટ્રસ્ટી અહીં આવી જતા રહે છે કોને કશી ખબર જ નથી હોતી. ટ્રસ્ટ કોમર્સિયલ ધંધો કરે છે. સમીર પટેલ નાના વેપારીઓને દબાવે છે અને હું જ કઈક છું એવી છાપ ઉભી કરવા માંગે છે. તેમની સામે જે ઉભા થાય તેમને બેસાડી દેવામાં આવે છે. બેટ-દ્વારકામાં સમીર પટેલની દાદાગીરી દિન-પ્રતિદિન વધી રહી છે. સરકારે આ મામલે રસ લે તે જરૂરી છે. -અજય રાઠોડ
મંદિરમાં લાગતા-વળગતાને ઘૂસાડી દેવાયાં
ખાસ-ખબર સંવાદદાતા
બેટ-દ્વારકા મંદિરના જૂના એકપણ કર્મચારીને લઘુતમ વેતન આપવામાં આવતું નથી. પ0 વર્ષથી કામ કરતા કર્મચારીના પગારમાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીએ પોતાના લાગતાવળગતાને નવા કર્મચારી તરીકે ઘૂસાડી દીધા છે. સમીર પટેલ અને દિનેશ બદિયાણી દ્વારા વર્ષો જૂના કર્મચારીઓને નજીવો પગાર આપવાની અને તેમની સરખામણીમાં નવા કર્મચારીને બમણો પગાર આપવાની નીતિ-રીતિ ચાલી રહી છે. મંદિરના કોઈપણ કામમાં, જ્યાં આર્થિક વ્યવહારની વાત આવે ત્યાં પોતાના લાગતાવળગતાઓને લાભ ખટાવવા ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી તક સાધીને જ બેઠા હોય છે.