શામળાજી કોલેજમાં કલાકૌશલ્ય ધારા અંતર્ગત ‘મતદાર જાગૃતિ અભિયાન’ હેઠળ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.લોકશાહીના પાયાને મજબૂત કરવામાં મતનું મહત્વ અને મતદાન અવશ્ય કરવું જ જોઇએ એવા વિચાર દર્શાવતા ચિત્રો વિધાર્થીઓ દ્વારા દોરવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.એ.કે.યાદવ સર,ડૉ.શરવાણીબેન અને ડૉ.હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમની ચિત્રની પ્રસ્તુતિના આધારે પ્રથમ નંબર તબિયાડ ભાર્ગવ,દ્વિતીય નંબર ડામોર હર્ષિલ અને તૃતીય નંબર નિનામા ધર્મેશ અને પાંડોર રેશ્માને વિજેતા ઘોષિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલા કૌશલ્ય ધારાના ઇન્ચાર્જ ડૉ.જાગૃતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સપ્તધારા ઇન્ચાર્જ ડો સમીર પટેલે સદર પ્રવૃત્તિને બિરદાવી હતી આ કાર્યક્રમ કોલેજના દીર્ઘ દ્રષ્ટા પ્રિન્સિપાલશ્રી ડૉ.એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
જગદીશ સોલંકી અરવલ્લી