ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
શ્રી ગ્રુપ રાજકોટ દ્વારા સતત 11માં વર્ષે સમસ્ત સોની સમાજ વેલકમ નવરાત્રિ રાસોત્સવ-2024નું આયોજન તા. 1 ને મંગળવારના રોજ સાંજે 6થી 11 કલાક સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, સહિયર કલબ, ફનવર્લ્ડની બાજુમાં કરવામાં આવ્યું છે.
શ્રી ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત સમસ્ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ-ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી ગરવી ગુજરાતની ગર્વભરી ઉજવણી એટલે નવરાત્રિ માઁ નવદુર્ગાના સાક્ષાત્કાર, તો એવા જ હર્ષોલ્લાસ સાથે સમગ્ર સોની સમાજને ગર્વ અપાવે એવું શ્રી ગ્રુપ જે સતત 11માં વર્ષેમાં મંગલ પ્રવેશ સાથે સોની સમાજની સૌથી જાજરમાન અને નંબર વન વેલકમ નવરાત્રિ એટલે શ્રી ગ્રુપ. જગમગતા દીવડાની સાખે, પરંપરાની પાંખે, ઓરકેસ્ટ્રાના તાલે અને સરટોચ ગાયકો સાથે શ્રી ગ્રુપ ફરીવાર નવરાત્રિ રાસોત્સવ અને ખેલૈયાઓની પોતાની આગવી ગરબાની રમતને રમવા ને ઝુમવા માટે મજબૂર કરે તેવું સુંદર, સુરક્ષિત અને સંપૂર્ણ સંતોષ આપે તેવું જાજરમાન વેલકમ નવરાત્રિ 2024નું આયોજન કર્યું છે.
તો સમસ્ત સોની સમાજના ભાઈઓ-બહેનો અને વડીલોને આપણા આ નવરાત્રિ પર્વ માટે તાલીઓના તાલે અને પગની ઠેશે- રમવા પધારવા આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં મિલન પાટડીયા, મોનીક માંડલીયા, મોહીત રાણપરા, અમર સીમેજીયા, નૈનેષ આડેસરા, હાર્દિક રાણપરા, અજયભાઈ માંડલીયા, રીતેષભાઈ રાણપરા, ચેતનભાઈ પાટડીયા, અશોકભાઈ પાટડીયા, કૈલાસભાઈ રાજપરા, જીગરભાઈ સોની, પંકજભાઈ રાણપરા, અમીતભાઈ પાટડીયા, કશ્યપભાઈ પારેખ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે
શ્રી ગ્રુપ રાજકોટ આયોજિત વેલકમ નવરાત્રિ 2024 સોની સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત લાખેણા ઈનામ ઇ-બાઈક, લેપટોપ, સોનાની ગીનીની વણઝાર સાથે જાજરમાન આયોજન કરાયું છે. પાસ મેળવવા માટે મુખ્ય કાર્યાલય- રાજમંદિરની બાજુમાં, પેલેસ રોડ, મો. 8000626247, ક્રિષ્ના પ્રિન્ટર્સ- સાંકળી શેરી, સોની બજાર મો. 9375977631, આડેસરા રોડીયમ- દુકાન નં. સી-6, જે. પી. ટાવર, સવજીભાઈની શેરી, સોની બજાર, ભારત મેડીકલ- રીયલ પ્રાઈમ કોમ્પલેક્ષ, મવડી રોડ, બાપા સીતારામ ચોક, અનામીકા જ્વેલર્સ- દુકાન નં. 3 એસ્ટર લેન્ડ કોમ્પલેક્ષ, સાધુ વાસવાણી રોડ પર સંપર્ક કરવો.