નાદુરસ્તીને લીધે કારકિર્દી પર ગ્રહણ
ફિલ્મો ઉપરાંત ઈવેન્ટસ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયાની આવકને ફટકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથની હોટ હિરોઈન સામંથા રુથ પ્રભુએ એક્ટિંગ સહિત જાહેર ગતિવિધિઓમાંથી એક વર્ષનો બ્રેક લીધો છે. આ બ્રેકને લીધે તે આશરે 12 કરોડ રુપિયાનું નુકસાન ભોગવશે એમ મનાય છે. સામંથા ફિલ્મ દીઠ ત્રણથી ચાર કરોડ રુપિયા ચાર્જ કરે છે.
તેણે જેનું શુૂટિંગ શરુ ન થયું હોય તેવી ફિલ્મોની સાઈનિંગ એમાઉન્ટ પાછી આપી દીધી છે. આ ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઈવેન્ટસમાં હાજરી અને સોશિયલ મીડિયા થકી પણ જંગી કમાણી કરે છે. આ બધું મળીને તે વાર્ષિક 12 કરોડ રુપિયા ગુમાવી શકે છે. ઓટો ઈમ્યૂન ડિસીઝ માયોસાઇટિસે ફરી ઉથલો મારતાં સામંથાએ એક વર્ષનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે.
અગાઉ, પણ તે આ બીમારીના કારણે મહિનાઓ સુધી સ્ક્રીન પરથી ગાયબ રહી હતી. હવે તે ફરી બીમારીને કારણે અમેરિકા તથા દક્ષિણ કોરિયા સારવાર માટે જવાની છે. સાઉથના ટ્રેડ વર્તુળો માને છે કે એક વર્ષ પછી પણ સામંથાનું પુનરાગમન બહુ મુશ્ર્કેલ હશે. જોકે, તેના ચાહકો સામંથાનો આ બ્રેક ટૂંકાઈ જાય તેમ ઈચ્છે છે.