ખાસ-ખબર સંવાદદાતા
સાઉથની હોટ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ માયોસાઇટિસની બીમારીને લીધે ફરી એક વર્ષનો બ્રેક લઈ રહી હોવાની અફવા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વાવાઝોડાંની જેમ ફરી વળી છે. સામંથા રુથ પ્રભુએ ગયાં વર્ષે પણ ઓટો ઈમ્યુન ડીસીઝ માયોસાઇટિસના કારણે લાંબો બ્રેક લીધો હતો. તે પછી તેણે ’શાકુંતલમ’ ફિલ્મ દ્વારા પુનરાગમન કર્યું હતું. હવે તે ’કુશી’ ફિલ્મ તથા ’સિટાડેલ’ વેબસીરીઝનાં ઈન્ડિયન વર્ઝનમાં દેખાવાની છે.
સામંથાને ફરી આ બીમારી સતાવી રહી છે અને તેથી તે સારવાર માટે પહેલાં અમેરિકા અને પછી સાઉથ કોરિયા જવાની છે એવી અફવા સાઉથની ઈન્ડસ્ટ્રીમાં ફરી વળી છે. જાણકાર સૂત્રો તો એટલી હદે દાવો કરે છે કે સામંથાએ કેટલાક પ્રોજેક્ટ ઓલરેડી સાઈન કરી લીધા હતા પરંતુ હવે લાંબા બ્રેકને લીધે તેણે આ નિર્માતાઓને સાઇનિંગ એમાઉન્ટ પાછી આપી દીધી છે. બીજી તરફ કેટલાંક મીડિયા પોર્ટલ પર સામંથાના મેનેજર મહેન્દ્રને ટાંકીને એમ જણાવાયું હતું કે સામંથા કોઈ બ્રેક લેવાની નથી.