આજે રિલિઝ કરવામાં આવેલ એ ગીતમાં સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી લુંગી પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા, 3 મિનિટ 15 સેકન્ડના ગીતમાં ચાહકોને મોટું સરપ્રાઈઝ મળે છે
‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું ગીત ‘યેંતમ્મા’ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝ થવામાં થોડા દિવસો બાકી છે, આવી સ્થિતિમાં તેના ગીતો દ્વારા ચાહકોમાં ક્રેઝ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આજે રિલિઝ કરવામાં આવેલ એ ગીતમાં સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી લુંગી પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 3 મિનિટ 15 સેકન્ડના ગીતમાં સૌથી મોટું સરપ્રાઈઝ ત્યારે મળે છે જ્યારે રામ ચરણની ગીત એન્ટ્રી થાય છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રામ ચરણ કેમિયો રોલમાં જોવા મળશે.
21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
સલમા ખાન દ્વારા નિર્મિત કિસી કા ભાઈ કિસી કી જાનનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. સલમાન ખાનની ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ ભરપૂર જોવા મળશે અને આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે