મયુર મુરલીધર ચંદનાણી અને ઈશ્ર્વર નાનકરામ તનવાણીની પેઢીને નોટીસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ રામનાથપરામાં આવેલા લક્ષ્મી સ્ટોર્સ અને ભક્તિનગર પાસેના શિવશક્તિ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને પેઢીને અખાદ્ય ચીજોનું વેચાણ કરતાં હોવાથી નોટીસ પાઠવવામાં આવી હતી તેમજ રામનાથપરા -1, લક્ષ્મી મેન્શન, રાજકોટ મુકામે આવેલ મયુરભાઈ મુરલીધરભાઈ ચંદનાણીની પેઢી લક્ષ્મી સ્ટોર્સ ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં વિવિધ પ્રકારની પેક્ડ ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, મુખવાસ, સ્વીટ, નમકીન, વગેરે ખાદ્યચીજોનો સંગ્રહ કરી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડતાં તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ અલગ અલગ પ્રકારના ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, મુખવાસ, સ્વીટ, નમકીન, વગેરેના પેકિંગ તપાસતા તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઉત્પાદન -એકપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડતાં પેઢીમાં પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈ પણ વિગત દર્શાવ્યા વગરના ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેકરી પ્રોડકટ્સ, ચોકલેટસ, મુખવાસ, વગેરેનો તેમજ ઇમ્પોર્ટરની વિગતો દર્શાવ્યા વગરની વિદેશી-મેડ ઇન ચાઈના બનાવટની ક્ધફેક્શનરી પ્રોડકટ્સ વગેરેનો કુલ અંદાજીત 1250 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પેઢીને લાઇસન્સ બાબતે તથા ખાદ્યપદાર્થોના પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નિયમો મુજબ લેબલિંગવાળી ખાદ્યચીજોના વેચાણ કરવા બાબત તેમજ ફૂડ લાઇસન્સ ધારક પાસેથી ખરીદી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી અને વાણિયાવાણી મેઇન રોડ, રોશની ડિપા. સ્ટોર પાસે, ભકતીનગર સર્કલ પાસે આવેલ ઈશ્ર્વરભાઈ નાનકરામ તનવાણીની પેઢી શિવ શક્તિ ટ્રેડર્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યાં વિવિધ પ્રકારની પેક્ડ ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેવરેજીસ, હાર્ડ બોઈલ્ડ કેન્ડી, માર્સમેલો, ફિંગર સ્ટિક, પેપર કેન્ડી, જેલી, લોલીપોપ, વગેરે ખાદ્યચીજોનો સંગ્રહ કરી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડયું હતું.
તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલો અલગ અલગ પ્રકારના ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, બેવરેજીસ, હાર્ડ બોઈલ્ડ કેન્ડી, માર્સમેલો, ફિંગર સ્ટિક, પેપર કેન્ડી, જેલી, લોલીપોપ, વગેરેના પેકિંગ તપાસતા તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપી ન હતી. પેઢીમાં પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈ પણ વિગત દર્શાવ્યા વગરના વિવિધ પ્રકારની ક્ધફેક્શનરી પ્રોડકટ્સ, ચોકલેટસ, બેવરેજીસ વગેરેનો તેમજ ઇમ્પોર્ટરની વિગતો દર્શાવ્યા વગરની વિદેશી- મેડ ઇન ચાઈના બનાવટની ક્ધફેક્શનરી પ્રોડકટ્સ વગેરેનો કુલ અંદાજીત 280 કિ.ગ્રા. જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકાર્યુ હતું. વિશેષમાં પેઢીને લાઇસન્સ બાબતે તથા ખાદ્ય પદાર્થોના પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નિયમો મુજબ લેબલિંગવાળી ખાદ્યચીજોના વેચાણ કરવા બાબત તેમજ ફૂડ લાઇસન્સ ધારક પાસેથી ખરીદી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી.