કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને સ્થાનિક સંસ્થાઓને કરી અપીલ, શ્વાનોના વેચાણ અને પાળવા માટે લાયસન્સ કે પરમિટ ન આપવા સૂચન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.14
- Advertisement -
દેશમાં પાલતું શ્વાનને લઇ ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને સ્થાનિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે. આ શ્વાનોના વેચાણ અને રાખવા માટે લાયસન્સ અથવા પરમિટ આપવાથી દૂર રહેવા અપિલ કરી છે.
છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં પાલતુ શ્વાનના આતંકના કેસમાં સતત વધારો થયો છે. કેન્દ્ર સરકારે પાલતુ શ્વાનના હુમલા અને તેના કારણે થતા મૃત્યુની વધતી ઘટનાઓને રોકવા માટે રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રએ રાજ્યોને રોટવેઇલર, પિટબુલ, ટેરિયર, વુલ્ફ અને માસ્ટિફ જેવી આક્રમક શ્વાનની આયાત, પાળવા અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પશુપાલન અને ડેરી વિભાગે તમામ રાજ્યોને પત્ર મોકલીને સ્થાનિક સંસ્થાઓને આ શ્વાનના વેચાણ અને સંવર્ધન માટે લાયસન્સ અથવા પરમિટ આપવાથી દૂર રહેવા અપીલ કરી છે. આ જાતિના શ્વાનની નસબંધી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતો અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓની સમિતિએ દિલ્હી હાઈકોર્ટના આદેશના જવાબમાં અહેવાલ રજૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો હેતુ માનવ જીવનની સુરક્ષા અને શ્વાન દ્વારા કરવામાં આવતા હુમલાને રોકી શકાય તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે.
પશુપાલન અને ડેરી વિભાગે જણાવ્યું હતું કે, વધુ પ્રજનન અટકાવવા માટે આ જાતિના શ્વાનની નસબંધી કરવામાં આવશે. માન્યતા પ્રાપ્ત જાતિઓમાં પિટબુલ ટેરિયર, તોસા ઇનુ, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, ફિલા બ્રાસિલીરો, ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ, બોસબોએલ, કંગાલ, સેન્ટ્રલ એશિયન શેફર્ડ ડોગ, કોકેશિયન શેફર્ડ ડોગ, સાઉથ રશિયન શેફર્ડ ડોગ, ટોર્નાડોનો સમાવેશ થાય છે. સરપ્લાનિનાક, જાપાનીઝ ટોસા અને અકીતા, માસ્ટિફ્સ, રોટવેઇલર્સ, ટેરિયર્સ, રોડેસિયન રિજબેક્સ, વુલ્ફ ડોગ્સ, કેનારીયો, અકબાશ, મોસ્કો ગાર્ડ, કેન કોર્સો અને બેન્ડોગ જાતિના પાલતુ શ્વાનોને પણ પ્રતિબંધ મુકવામાં આવે તેવું એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવવામાં આવ્યું છે.