બ્રિજભૂષણ સિંઘના સાથીની WFI ચૂંટણીમાં જીત બાદ રેસલર સાક્ષી મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ગુરુવારે (21 ડિસેમ્બર) યોજાયેલી રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ચૂંટણીમાં ઞઙ રેસલિંગ ફેડરેશનના ઉપપ્રમુખ સંજય સિંઘની જીત થઈ છે. તેઓ બ્રિજભૂષણ શરણ સિંઘના સાથી છે, જેમની ઉપર કથિત રીતે યૌનશોષણનો આરોપ લગાવીને પહેલવાનોએ થોડા મહિના પહેલાં ધરણાં-પ્રદર્શન કર્યાં હતાં. ચૂંટણીમાં સંજય સિંઘની જીત થતાં આ પહેલવાનો ફરીથી સામે આવ્યા છે અને તેમાંથી સાક્ષી મલિકે ‘સંન્યાસ’ લેવાની જાહેરાત કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં સાક્ષી મલિકે ‘સંન્યાસ’ લેવાની ઘોષણા કરતાં કહ્યું કે, અમે તો 40 દિવસ સુધી રસ્તા પર ધરણાં કર્યાં, દૂરદૂરથી અમારા પ્રદર્શનમાં સામેલ થવા માટે લોકો આવ્યા, જેમની પાસે ખાવા-કમાવાનું કશું ન હતું તોપણ અમને સમર્થન આપવા માટે આવ્યા. અમે નહીં જીતી શક્યા, પણ તમારો ખૂબ ખૂબ આભાર. સાક્ષી મલિકે રડમસ્ત થઈને કહ્યું, હું એક વાત કહેવા માંગીશ કે જો પ્રમુખ બ્રિજભૂષણ જેવો જ વ્યક્તિ રહે, તેનો સહયોગી આ ફેડરેશનમાં રહેશે તો હું કુશ્તીનો ત્યાગ કરું છું. દેશવાસીઓનો આભાર, જેમણે અત્યાર સુધી સમર્થન આપ્યું અને મને અહીં સુધી પહોંચાડી.
બીજી તરફ, પહેલવાન વિનેશ ફોગાટે કહ્યું, આશા ઓછી છે પણ અમે આશા રાખીએ કે અમને ન્યાય મળશે. પરંતુ દુ:ખની વાત છે કે આજે અમારા રેસલિંગનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. અમને ખબર નથી પડતી કે કોની સામે જઈને દુ:ખ વ્યક્ત કરીએ. અમે હજુ લડાઈ લડી રહ્યા છીએ.
આ મામલે જ્યારે બ્રિજભૂષણ સિંઘને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પહેલવાનોના આ નિર્ણય સાથે તેમને કશું જ લાગતુંવળગતું નથી. ઘણી વખત પાછળ ઠેલાયા બાદ ગુરુવારે ઠઋઈંની ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી સંજય સિંઘને 40 મત મળ્યા જ્યારે હરીફ ઉમેદવાર અનિતા શ્ર્યોરાનને માત્ર 7 મત મળી શક્યા. અનિતાને પહેલવાનોનું સમર્થન મળ્યું હતું અને તેઓ પણ તેમના સમર્થનમાં હતાં. ઉપરાંત, તેઓ બ્રિજભૂષણ સિંઘ સામે ચાલતા કેસમાં એક સાક્ષી પણ છે. બીજી તરફ, સંજય સિંઘ લાંબા સમયથી રેસલિંગ સાથે સંકળાયેલા રહ્યા છે અને હાલ ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોશિએશનના પ્રમુખ છે. તેઓ છજજ સાથે પણ સંકળાયેલા છે અને વારાણસીના વાતની છે. જ્યારે બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેમણે તેમનું સમર્થન કર્યું હતું. પહેલવાનો તેમની વિરુદ્ધમાં હતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સમક્ષ તેમના ચૂંટણી લડવા પર રોક લગાવવાની પણ માંગ કરી હતી.