સહિયર રાસોત્સવની સિલ્વર જ્યુબિલી
નવલા નોરતાના પ્રારંભે જ સહિયર રાસોત્સવમાં ઝૂમવા ખેલૈયાઓ સજ્જ: તમામ તૈયારીઓ પૂર્ણ, સહિયર રાસોત્સવના ખેલૈયાઓને મળશે નવે નવ દિવસ નવું નજરાણું
- Advertisement -
ફાયર શો, લેસર શો, આતશબાજી, આર્ટિસ્ટ પર્ફોમન્સ ખેલૈયાનું મન મોહી લેશે: નવમા નોરતે છેલ્લા 25 વર્ષના કિંગ ક્વિનનું શિલ્ડ આપી સન્માન કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ આજથી થઇ ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન શહેરના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સહિયર ક્લબ માટે આ વર્ષ ખાસ બની રહેવાનું છે. સતત 24 વર્ષ સફળતા પૂર્વક, નિર્વિવાદ, સાતત્ય પૂર્વક રાજકોટને એક મર્યાદાસભર રાસોત્સવ આયોજન આપી સહિયર ક્લબ આ વર્ષે 25માં વર્ષમાં પ્રવેશ કરી સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. આજે સહિયર રાસોત્સવ નવલા નોરતાના પ્રથમ દિવસે વાજતે ગાજતે પાલખી યાત્રા યોજી માતાજીની સ્થાપના કરવામાં આવશે. પાલખી યાત્રામાં જોડાવવા સહિયર રાસોત્સવના ચેરમેન સુરેૠદ્રસિંહ વાળાએ તમામ ખૈલૈયાને અપીલ કરી છે.નવે નવ દિવસ ખેલૈયાઓને કંઈક નવું નજરાણું આપવા સહિયર રાસોત્સવ સજ્જ છે.
આજથી સતત 10 દિવસ સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘સહિયર રાસોત્સવ’ની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે ત્યારે હવે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે.
આજે પ્રથમ નોરતામાં માતાજીની પાલખી યાત્રા, બીજા નોરતે મહાઆરતી, ત્રીજા નોરતે કેક કટીંગ, ચોથા નોરતે લેસર શો, પાંચમા નોરતે આર્ટિસ્ટ પર્ફોમન્સ, છઠા નોરતે ફાયર શો, સાતમા નોરતે સેલિબ્રિટીનું પર્ફોમન્સ, નવમા નોરતે 25 વર્ષના કિંગ-કવીનનું સન્માન કરાશે
સહિયર ક્લબની સફળતા અને લોકોનો પ્રેમ હંમેશા આયોજનની વિશેષતાઓ માટે રહ્યો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવો વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવના ગ્રાઉન્ડમાં મેડિકલની સુવિધા, એક એમ્બ્યુલન્સ, બે ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર ક્લબમાં અર્વાચીન ડાંડીયા રાસમાં દર વર્ષે સિક્યોરિટી લાજવાબ હોય છે. બાઉન્સરો દ્વારા સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે. બાઉન્સરો દ્વારા મેટલ ડીટેક્ટરથી ખેલૈયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે 7 હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે. સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓ પરંપરાગત પરિધાન સાથે રસોસ્તવમાં જોડાવા ખાસ અપીલ કરી છે.
- Advertisement -
સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓને નવ નોરતા મળશે નવું નજરાણું
પ્રથમ નોરતે પાલખી યાત્રા(માતાજીની સ્થાપના)
બીજા નોરતે મહાઆરતી
ત્રીજા નોરતે કેક કટીંગ
ચોથા નોરતે લેસર શો
પાંચમું નોરતે આર્ટિસ્ટ પર્ફોમન્સ
છઠ્ઠાં નોરતે ફાયર શો
સાતમાં નોરતે સેલિબ્રિટી પર્ફોમન્સ
નવમાં નોરતે 25 વર્ષના કિંગ-ક્વિનનું વિશેષ સન્માન