જાણીતા કવિ ભાગ લઈ પોતાની લોકપ્રિય સુંદર રચનાઓનું પઠન કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા રાજકોટ નગરના ગુજરાતી ભાષાના સાહિત્યપ્રેમીઑ માટે રાજકોટના જૂનીપેઢીના જાહેરજીવનના મોભી મોઢ વણિક સમાજના અગ્રણી સાહિત્યપ્રેમી જાણીતા બિલ્ડર કવિ લેખક સાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ દિવંગત રસિકભાઇ મહેતાની પુણ્ય સ્મૃતિમાં સદગતના જન્મદિવસ નિમિતે તા.4/9/25 શનિવારના રોજ સાંજના 5 વાગે શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાછળ આઇ ઓ સી ક્વાર્ટર પાછળ ઈશાવાસ્યમ બિલ્ડિંગમાં કવિ સંમેલન યોજવામાં આવેલ છે.
કવિ સંમેલનમાં ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા તેમજ અનેક મુશાયરા કવિ સંમેલનોમાં ભાગ લઈ ચૂકેલ તેમજ પોતાના કાવ્યસંગ્રહો પણ બહાર પડેલ છે તેવા જાણીતા કવિ શૈલેષ ટેવાણી, પ્રદીપ રાવલ (સુમિરન), રાકેશ હાંસલીયા, નટવર આહલપરા, વારીજ લુહાર, દીપક ત્રિવેદી, કૌશલ શેઠ ભાગ લઈને પોતાની લોકપ્રિય સુંદર રચનાઓનું પઠન કરશે. કવિ સંમેલનનું સંચાલન કવિ લેખક વક્તા ઉદઘોષક નટવર આહલપરા કરશે. કવિ સંમેલનમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ગં.સ્વ.તરલાબેન રસિકભાઇ મહેતા, આકાશવાણી રાજકોટના કાર્યકારી કેન્દ્ર નિયામક હિતેશભાઈ માવાણી, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગાદેશા, સાહિત્ય મરમી આર.પી જોષી, પત્રકાર લેખક વિમલભાઈ ધામી, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, જાણીતા બિલ્ડર વિરાભાઈ હુંબલ, મોઢવણિક સમાજના અગ્રણી બિમલભાઈ કલ્યાણી, સેવાભાવી સ્વજન જયંતિલાલ પટેલ વગેરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.