ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ- કણસાગરા મહિલા કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આવી રહેલી દિપોત્સવી પર્વને વધાવવા અને કોલેજની વિદ્યાર્થિની બહેનો સાહિત્ય પ્રવૃત્તિમાં રસ લેતી થાય તેવા શુભાશયથી કણસાગરા કોલેજના સભાખંડમાં કવયિત્રી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરના સાહિત્યપ્રેમીઓ અને વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કવયિત્રી સંમેલન હોઈ અતિથિવિશેષ તરીકે શહેરની નારી જગતના ગૌરવસમા મહિલા અગ્રણીઓ આકાશવાણી રાજકોટના નિવૃત્ત કાર્યકારી કેન્દ્ર નિયામક ડો. ગીતાબેન ગીડા, જાણીતા તબીબ અને કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, કડવીબાઈ વિદ્યાલયના નિયામક હીરાબેન માંજરીયા, બ્રહ્માકુમારી ગીતાદીદી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કવયિત્રી સંમેલનમાં ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતી તેમજ અનેક કવિ સંમેલનો-મુશાયરામાં ભાગ લઈ ચૂક્યા છે અને પોતાના કાવ્યસંગ્રહો પણ બહાર પાડ્યા છે તેવી સુપ્રસિદ્ધ કવયિત્રીઓ પારૂલ ખખ્ખર, જ્યોતિ રાજગુરુ, હર્ષિદા ત્રિવેદી, જશુબેન બકરાણીયા, હેમલ દવે, વનિતા રાઠોડ, વિદ્યા ગજજરે પોતાની સુંદર રચનાઓ- તમસના તરૂને હું નિશદીન ચરુ છું, હું શબ્દોનું ફાનસ બધે લઈને ફરું છું, શૂન્યને તું જ શૂન્ય ફરતા શુન્યને તું જ બસ સ્થાપી શકે, હર ઘરના દરવાજા ભીતર હું જ વસુ છું ને હું જ વસુ છે, ઉંચા ઉંચા ઘરમાં અંજાતા અજવાળા જોયા છે આંગન સુના છે ને સપનાને તાળા જોયા છે, આવી અનેક હૃદયસ્પર્શી રચનાઓ રજૂ કરીને સાહિત્યપ્રેમીઓના દિલ જીતી લીધા હતા અને કવિતાપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા અને મન ભરીને સતત દોઢ કલાક સુધી સાહિત્યિક કાર્યક્રમને માણ્યો હતો. કવયિત્રી સંમેલનમાં નરેન્દ્રભાઈ જીબા, સાહિત્યમર્મી આર. પી. જોષી, કવિ દિપક ત્રિવેદી, નિવૃત્ત પ્રિન્સિપાલ પન્નાબેન પંડ્યા, મહિલા અગ્રણી ડો. મધુરીકાબેન જાડેજા, કિશોરભાઈ ઠુંમર, ડો. મનોજ પુરોહિત, પ્રવિણભાઈ ગજ્જર, રાજેશ ભાતેલીયા, રમણભાઈ કોટક સહિતના સાહિત્યપ્રેમીઓ અને કોલેજની છાત્રાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, ડો. યશવંત ગોસ્વામી, પંકજ રૂપારેલીયા, જનાર્દન આચાર્ય, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, નૈષધભાઈ વોરા, પરિમલભાઈ જોષી, વિપુલભાઈ ભટ્ટ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાની બહેનોએ જહેમત ઉઠાવી હતી.